હોલીવુડ સુપરસ્ટાર કિમ કાદર્શિયા હંમેશા કોઇને કોઇ વાતે ચર્ચામાં છવાયેલી રહે છે. આ વખતે અભિનેત્રી ચર્ચામાં આવી તેની પછળ એક અજીબ કારણ છે. એક માણસે દાવો કર્યો છે કે તે હોલીવુડ સુપરસ્ટાર કિમ કાર્દશિયાનો એક્સ હસબન્ડ છે. આ શખ્સ કિમના ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે પકડાઇ ગયો હતો. જાણકારી અનુસાર આ માણસ કિમના ઘરમાં તાકી રહૃાો હતો. કિમની એક ઝલક મળે તે માટે તે આવા પ્રયત્ન કરી રહૃાો હતો.
જાણકારી અનુસાર હિડન હિલ્સમાં સ્થિત કિમના ઘરના મેન ગેટથી અંગર ઘુસી ગયો હતો આ શખ્સ. મીડિયા રીપોર્ટ અનુસાર સિક્યોરીટી કર્મચારીએ આ માણસને કિમની નજીક પહોંચે તે પહેલા જ પકડી લીધો હતો. પકડાઇ ગયા પછી જ્યારે આ માણસને પુછવામાં આવ્યુ તો તેણે દાવો કર્યો કે તે કિમનો એક્સ હસબન્ડ છે. આ માણસે કહૃાુ કે તે કિમને મળવા માંગે છે આજ કારણે તે આ રીતે ઘરમાં ઘુસ્યો હતો. આ શખ્સ આ રીતે છુપાઇને સુપરસ્ટારના ઘરમાં ઘુસવાનો આરોપ લાગ્યો છે જો કે પાછળથી આ શખ્સને છોડી દેવામાં આવ્યો હતો. કિમ હમણા તેના છુટાછેડાના સમાચારને લઇને ચર્ચામાં છવાયેલી છે.
૧૯ વર્ષની ઉંમરે પહેલા લગ્ન કરનાર કિમ અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કરી ચુકી છે. થોડા સમય પહેલા જ ત્રીજા પતિથી કિમના છુટાછેડા થયા છે. તેના ત્રીજા પતિનું નામ કાન્યે વેસ્ટ છે. બંનેના ૬ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. કપલ માટે આ સંબંધ ભારે ઉથલ-પાથલ વાળો રહૃાો. જો કે થોડા સમય પહેલા જ બંને વચ્ચે બધુ ઠીક નથી. આ સમાચાર વચ્ચે બંને અલગ થવાનો નિર્ણય થોડો ચોંકાવનારો હતો.