એક શખ્સની જાણીજોઇ કોરોના ફેલાવાના આરોપમાં ધરપકડ !

154
કોરોના
કોરોના

તેણે કામ કરવા દરમ્યાન તેમની પાસે આવીને માસ્ક નીચે ખેંચીને ઉધરસ ખાતા કહેતો હતો કે તે તમામ લોકોને કોરોના સંક્રમિત કરવા જઇ રહૃાો છે

સ્પેનમાં એક શખ્સને કોવિડ સંક્રમણ ફેલાવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે ૨૨ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા છે. જો કે ધરપકડ કરાયેલા આરોપીને ઉધરસ અને ૧૦૪ ડિગ્રી ફેરનહેટનો તાવ હોવા છતાંય કામ પર જવાનું ચાલુ રાખ્યું. તેના લીધે તેની સાથે કામ કરનાર ૨૨ લોકો આ ઘાતક વાયરસ સંક્રમિત થઇ ગયો.

Subscribe Saurashtra Kranti here

પોલીસ આરોપીનાના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ એટલું કહૃાું કે આ કિસ્સો મેજારકા શહેરનો છે. આરોપીના સાથીઓએ આરોપ લગાવ્યો કે તેણે કામ કરવા દરમ્યાન તેમની પાસે આવીને માસ્ક નીચે ખેંચીને ઉધરસ ખાતા કહેતો હતો કે તે તમામ લોકોને કોરોના સંક્રમિત કરવા જઇ રહૃાો છે. ત્યારબાદ તેના પાંચ સાથી અને જીમ જનાર બીજા ત્રણ લોકોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

એટલું જ નહીં આરોપીના સંપર્કમાં આવ્યા બાદ તેના પરિવાર સહિત ૧૪ અન્ય લોકોને પણ ચેપ લાગ્યો હતો. આમાં ત્રણ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીમાં ઘણા દિવસથી કોરોના ચેપના લક્ષણ દેખાતા હતા, તેમ છતાંય તે ઘરેથી કામ કરવાની ના પાડતો હતો. તે સતત ઓફિસ જઇ રહૃાો હતો, જેના કારણે ચેપ ઝડપથી ફેલાઇ ગયો.

પોલીસે જણાવ્યું હતું કે પરિવારના દબાણ બાદ એક સાંજે તેણે આરટીપીસીઆર ટેસ્ટ માટે પોતાના સેમ્પલ આપ્યા હતા. પરંતુ, તે ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા વગર જ ઓફિસ અને જીમમાં જતો રહૃાો. ઓફિસમાં તેની સ્થિતિને જોતા સાથીઓએ ઘરે જવાની સલાહ આપી પરંતુ આરોપી તેનો ઇનકાર કર્યો. ત્યારબાદ તેણે માસ્ક નીચે ખેંચીને કહૃાું કે હું તમને બધાને કોરોના વાયરસથી સંક્રમિત કરવા જઇ રહૃાો છું.

Read About Weather here

જ્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેની સાથે કામ કરનાર લોકોના મનમાં ડર બેસી ગયો. ટેસ્ટ કરાવ્યા બાદ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા ૨૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા. પોલીસે એમ પણ કહૃાું કે આ સંક્રમણની બીજા કોઇપર વધુ ઘાતક અસર થઇ નથી અને હવે તમામ લોકો સ્વસ્થ છે. રિપોર્ટના મતે આ કેસ જાન્યુઆરીનો કહેવાય છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleભારતની મદદ માટે આગળ આવ્યું પાકિસ્તાન
Next articleકોરોના મહામારી વચ્ચે જામનગરના ડોકટરે શરુ કરી ની:શુલ્ક સારવાર