એક દિવસ દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે: મમતા બેનર્જી

10

ગુજરાતમાં મહિલાઓ વિરૂદ્ધ સૌથી વધુ અત્યાચાર, બંગાળને મોદી-શાહની જરૂર નથી

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે રાજનેતાઓના નિવેદન વધુ ઉગ્ર બની રહૃાાં છે. મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણ પત્રો પર પ્રધાનમંત્રીની તસવીરને લઈને તેમના પર કટાક્ષ કરતા કહૃાુ કે, એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે.

મહિલા દિવસ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહૃાું કે, મહિલાઓ સુરક્ષિત છે. પીએમ મોદીના પ્રેમાળ રાજ્ય ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવ કરે છે.

મમતા બેનર્જીએ અહેવાલોનો હવાલો આપતા કહૃાુ કે, મોદી-શાહના ’મોડલ રાજ્ય’ ગુજરાતમાં છેલ્લા બે વર્ષોમાં દરરોજ બળાત્કારની ચાર ઘટનાઓ, હત્યાની બે ઘટનાઓ થઈ છે.

તેમણે કહૃાું કે, જો સુરક્ષા ન હોત તો બંગાળમાં મહિલાઓ રાત્રે આટલી આઝાદીથી ફરી શકે નહીં. મહત્વનું છે કે પીએમ મોદીએ રવિવારે બ્રિગેડ મેદાનમાં ભાજપની રેલીને સંબોધિત કરતા કહૃાુ હતુ કે બંગાળમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે.

સીએમ મમતાએ આ દરમિયાન, ’હરે કૃષ્ણ હરે હરે, તૃણમૂલ ઘરે ઘરે’ નો નારો આપ્યો હતો. તેમણે કહૃાું કે, અમે રમીશું, અમે જીતીશું, અમે લડીશું, અમે કરીશું, અમારે ભાજપની જરૂર નથી, અમારો તોફાનો જોતા નથી, અમે ભ્રષ્ટાચાર ઈચ્છતા નથી, અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઈચ્છતા નથી.