એએમસીએ લેખિતમાં બાંહેધરી આપતા સફાઇ કામદોરોની હડતાળનો અંત

66
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

વાતચીત માટે ત્રણ અધિકારીઓની કમિટીની રચના કરાઇ

છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓના કારમે માહોલ ગરમાયો છે. દરમિયાન આજે આંદૃોલનના છઠ્ઠા દિવસે હિંસક દેખાવો કરવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ પાવડાથી હુમલો કરી અને કાચ તોડી નાખ્યા હતા. આંદોલન કરી રહલા કર્મચારીઓએ એએમસી કચેરીના ઘેરાવની જાહેરાત કરી છે.

દરમિયાન એએમસી દ્વારા આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે ત્રણ અધિકારીઓની કમિટિની રચના કરવામાં આવી છે. સફઆઇ કર્મચારીઓ આ કમિટી સામે હવે પોતાની માંગ રજૂ કરશે.

કમિટી દ્વારા સમગ્ર મામલે કમિશનરને અહેવાલ સોંપવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. એએમસીએ આ અંગે પ્રેસ નોટ જાહેર કરી અને માહિતી આપી છે. દૃરમિયાન કર્મચારીઓના કેટલાક પ્રતિનિધિ દ્વારા કમિશનર સામે ઉગ્રતાથી વર્તન કરવામાં આવ્યું છે.

શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી બેઠક પડી ભાગવાનો પ્રયાસ કરવામા આવ્યો. કેટલાક યૂનિયન પ્રતિનિધિઓ દ્વારા બેઠક રૂમમાં પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાના અહેવાલો સામેં આવ્યા હતા. પ્રતિનિધિ મંડળને બપોરે ૩.૦૦ કલાકે મળવા બોલાવ્યા હોવા છતા પણ તેઓ ૫.૨૦ કલાક પહોંચ્યા હતા.

દરમિયાન હવે ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી, દિલીપ રાણા અને આર્જવ શાહની કમિટી દ્વારા આંદોલનકારીઓ સાથે વાચચીત કરવામાં આવશે અને તેમની રજૂઆતો સાંભળી અને કમિશનર મુકેશ કુમારને રજૂ કરવામાં આવશે. કમિશનર કોવિડ-૧૯નીૂ કામગીરીમાં વ્યવસ્ત હોવાના કારણે તેમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપી છે.