ઉપરાષ્ટ્રપતિ ઘરની બહારથી હથિયાર સાથે એક શખ્સની ધરપકડ (12)

11
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વોશિંગ્ટનના સરકારી નિવાસસ્થાનની બહારથી એક હથિયાર સાથે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ હથિયાર રાખવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ વ્યક્તિ મૂળ ટેક્સાસ રાજ્યના સૈન એન્ટોનિયોનો છે. ગુપ્ત સેવાની જવાબદારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સુરક્ષા છે.

સિક્રેટ સર્વિસે જણાવ્યું છે કે શંકાસ્પદની ઓળખ ૩૧ વર્ષીય પોલ મૂરે તરીકે થઈ છે. તેને શેરીમાંથી અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે સરકારી નિવાસસ્થાનની નજીક છે, જ્યાં ઉપરાષ્ટ્રપતિ રહે છે. અહીં નજીકમાં યુ.એસ. નેવી ઓબ્ઝર્વેટરી પણ છે. આ કેસમાં વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ વિભાગનું કહેવું છે કે તેના અધિકારીઓએ મૂરેની ધરપકડ કરી છે અને તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.

Read About Weather here

વિભાગે કહૃાું કે ધરપકડ એક ‘ઇન્ટેલિજન્સ બુલેટિન ના આધારે કરવામાં આવી હતી, જે ટેક્સાસ સાથે જોડાયેલી છે. જોકે, વિભાગે બુલેટિનની સામગ્રી શું છે તે જણાવ્યું નથી. ફોક્સ ન્યૂઝના એક પત્રકારે ટેક્સાસ લો એન્ફોર્સમેન્ટ બુલેટિનને ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું હતું કે મૂરેને ‘ભ્રમ મળ્યો છે કે સૈન્ય અને સરકાર તેમને મારવા માગે છે. અને તેણે તેની માતાને એક ટેક્સ્ટ સંદૃેશ પણ મોકલ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે તે વોશિંગ્ટનમાં છે અને ‘તેની સમસ્યાનું નિરાકરણ કરવા જઇ રહૃાો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here