ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, આબુ -૧.૪ ડિગ્રી સાથે ઠંડુગાર

65

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ગગડી ૩.૪ ડિગ્રી પર પહોંચ્યું

સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરને કારણે શનિવારે પણ મોડાભાગના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો. દિલ્હીમાં રવિવારે લઘુત્તમ તાપમાન ગગડી ૩.૪ ડિગ્રી પર પહોંચી ગયું હતું. આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

જ્યારે હિમાચલ પ્રદેશના કેલાંગમાં તાપમાન શૂન્યથી નીચે ૧૨.૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પંજાબ અને હરિયાણામાં પણ શીતલહેરનો પ્રકોપ જોવા મળ્યો. આદમપુરમાં પારો શૂન્યથી ૧.૯ ડિગ્રી નીચે ગગડતો જોવા મળ્યો, જ્યારે બન્ને રાજ્યોમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

બીજી બાજુ, રાજસ્થાનમાં પણ કડાકાની ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ૧.૪ ડિગ્રી ઓછું નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ઝબરદસ્ત ઠંડીનો અહેસાસ થઇ રહૃાો છે. હવામાન વિભાગ અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મુઝફરાબાદ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ શીત લહેરનો પ્રકોપ જોવા મળશે.