ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું: જાપાન ભડક્યું

16
North-Korea-Missiles-ઉત્તર કોરિયા
North-Korea-Missiles-ઉત્તર કોરિયા

Subscribe Saurashtra Kranti here

ટોક્યો ઉત્તર કોરિયાની ગતિવિધિઓ મામલે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે સંકલન જાળવી રાખશે

અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડને પદભાર સંભાળ્યો ત્યાર બાદ ગુરૂવારે પ્રથમ વખત ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા સાથેની કૂટનીતિમાં ઘર્ષણ બાદ ઉત્તર કોરિયાનું આ પગલું જો બાઈડન પ્રશાસન પર દબાણ બનાવવા અને પોતાની સૈન્ય ક્ષમતામાં વધારો કરવા ફરી પરીક્ષણ શરૂ કરવાનો સંકેત આપે છે.

જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ કહૃાું કે, આ પરીક્ષણ “જાપાન તથા ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા” માટે જોખમી છે તથા ટોક્યો નોર્થ કોરિયાની ગતિવિધિઓ મામલે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે સંકલન જાળવી રાખશે.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે, સવારે ૭:૦૬ કલાકે અને ૭:૨૫ કલાકે નોર્થ કોરિયાના પૂર્વીય તટ પર મિસાઈલ લોન્ચ થઈ હતી. આ મિસાઈલોએ સમુદ્રમાં પડતા પહેલા ૪૫૦ કિમીનું અંતર કાપ્યું હતું.

અમેરિકા હિંદપ્રશાંત કમાનના પ્રવક્તા કેપ્ટન માઈક કાકાએ અમેરિકી સેનાને મિસાઈલ અંગે જાણકારી છે અને તે પોતાના સહયોગીઓ સાથે પરામર્શ કરીને સ્થિતિ પર નજર રાખી રહી છે તેમ જણાવ્યું હતું. વધુમાં કહૃાું કે, “આ ગતિવિધિઓથી સાબિત થાય છે કે, નોર્થ કોરિયાના ગેરકાયદેસર હથિયારોના કાર્યક્રમથી તેના પાડોશીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જોખમ છે.”

અમેરિકા સાથેની પરમાણુ વાર્તામાં ઘર્ષણ વચ્ચે નોર્થ કોરિયાએ આ પરીક્ષણ કર્યું છે. નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરી ૨૦૧૯માં યોજાયેલી બીજી શિખર વાર્તા અસફળ રહી ત્યાર બાદૃ બંને દેશ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વાર્તા દરમિયાન અમેરિકાએ ઉત્તર કોરિયાની પોતાનો પરમાણુ કાર્યક્રમ આંશિકરૂપે બંધ કરવાના બદલામાં પોતાના પર લાગેલા પ્રમુખ પ્રતિબંધો હટાવવા કહૃાું હતું તે માંગણી ફગાવી દીધી હતી.

Read About Weather here

ઉત્તર કોરિયા આજ સુધી બાઈડન પ્રશાસનના વાતચીત માટેના પ્રયત્નોને નજરઅંદાજ કરતું આવ્યું છે. દક્ષિણ કોરિયાઈ સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે રવિવારે પણ ઉત્તર કોરિયાએ ઓછા અંતરની મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું જે એપ્રિલ ૨૦૨૦ બાદનું પ્રથમ પરીક્ષણ હતું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleશ્રીગંગાનગરમાં સેનાની જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત: 3 જવાન શહિદ
Next articleજાણો…શિવસેના સાંસદ રાઉતે દેશમુખ સાથે શું કર્યું ???