ઉત્તરાખંડમાં તપોવન ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને બચાવવાનો જંગ, મરીન કમાન્ડોએ સંભાળી કમાન

અત્યાર સુધી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૧એ પહોંચી

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગા ખીણમાં આવેલા પૂરમાં મરનારાઓની સંખ્યા મંગળવારના ૩૧ સુધી પહોંચી ગઈ છે. તો એનટીપીસીના નષ્ટ થયેલા તપોવન પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને નીકાળવા માટે સેના, એનડીઆરએફ, આઈટીબીપી અને એસડીઆરએફનું સંયુક્ત ઑપરેશન ચાલી રહૃાું છે. તપોવન ટનલમાં કાલે આખો દિવસ, આખી રાત અને અત્યારે પણ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહૃાું છે. બચાવ માટે બીજી રીત પણ અપનાવવામાં આવી રહી છે.

ટનલની બીજી તરફથી ડ્રિલ કરીને અંદર પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહૃાો છે. ટનલ ખોદવામાં એક્સપર્ટ સેનાની ગઢવાલ સ્કાઉટની ટીમ તપોવનમાં ઘટનાસ્થળ પર છે. બહારથી ડ્રીલિંગ કરવામાં આવી રહી છે. તપોવનની ટનલ ૧૮૦ મીટરની છે. ૧૩૦ મીટર સુધી ટીમો પહોંચી ચુકી છે, પરંતુ કાટમાળ ભરેલો છે. ત્રણ દિવથી રેસ્ક્યૂ કામ ચાલી રહૃાું છે. તો ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને નીકાળવા માટે મરીન કમાન્ડોની ટીમ પણ પહોંચી છે.

ઑનગ્રાઉન્ડ રેસ્ક્યૂ ઑપરેશન મિશનના લોકો કહી રહૃાા છે કે કાટમાળ હટાવવામાં વધુ ૨ દિવસ લાગી શકે છે. તપોવન ટનલમાં આખી રાત મશીનો ચાલ્યા, બચાવ ટીમના જવાનોના હાથ ચાલ્યા, કાટમાળ નીકાળીને બહાર ફેંકતા ફેંકતા સવાર થઈ ગઈ. એક લાંબો રસ્તો નક્કી થઈ ગયો છે, પરંતુ સફળતા અત્યારે રાહ જોઇ રહી છે. મંગળવાર સવાર સુધી ટનલથી લગભગ ૧૨૦ મીટર કાટમાલ નીકાળવામાં આવ્યો. બચાવ ટીમને ભરોસો છે કે ૧૮૦ મીટર પર લોકો ફસાયેલા હોઈ શકે છે. ૩ જેસીબી મશીન ટનલમાં સતત કાટમાળ નીકાળી રહૃાા છે.

તો મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવાર સવારે ચમોલીના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. હવાઈ સર્વેક્ષણ પણ કર્યું. ઘટનામાં ઘાયલ લોકો સાથે હૉસ્પિટલમાં મુલાકાત કરી અને તેમની સારવાર વિશે માહિતી લીધી. મુખ્યમંત્રીનું કહેવું હતુ કે ટનલમાં ફસાયેલા લોકોને નીકાળવા પ્રાથમિકતા છે. એનટીપીસીની ટનલમાં બચાવ અને રાહત કાર્યોના સંચાલનમાં ભારે કાટમાળ અને તેમાં વળાંક હોવાના કારણે આવી રહી મુશ્કેલી છતા તેનો અડધાથી વધારે રસ્તો સાફ થઈ ચુક્યો છે.