ઈમરાન ખાને સેનેટમાં નાણાંમંત્રીના કારમા પરાજયને લઈને ઠાલવી હૈયાવરાળ

6

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સેનેટમાં પોતાના નાણાંમંત્રી અબ્દુલ હફીઝ શેખને મળેલા કારમા પરાજયને લઈને બરાબરની હૈયાવરાળ ઠાલવી હતી. ઈસ્લામાબાદની સેનેટની ચૂંટણીમાં પાકિસ્તાનના નાણામંત્રી અબ્દૃુલ હાફીઝ શેખનો પરાજય થયો હતો. એ પછી ઈમરાન ખાનની સરકાર લઘુમતિમાં આવી ગયાનો દાવો થયો હતો. એ દાવા વચ્ચે ઈમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કરીને સ્વીકાર્યું હતું કે તેના ૧૫-૧૬ સાંસદો વેચાઈ ગયા છે અને તે વિપક્ષમાં બેસવા તૈયાર છે. દેશના નામે કરેલા સંબોધનમાં ઈમરાન ખાને વિરોધી પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિરોધ પક્ષના ઉમેદવાર યૂસુફ રજા ગિલાનીએ પાણીની માફક પૈસા વાપર્યા.

તેમણે એમ પણ કહૃાું હતું કે, જ્યારે હું પહેલા ભારતથી આવતો હતો ત્યારે મને લાગતુ કે હું ગરીબ દેશમાંથી અમિર દેશમાં આવી ગયો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે કહૃાું હતું કે, મારી પાર્ટીના ૧૫-૧૬ સાંસદો વેચાઈ ગયા છે. વિપક્ષના નેતા યુસુફ રઝા ગીલાની પર આરોપ લગાવતા ઈમરાને કહૃાું હતું કે ગીલાનીએ સાંસદોને બે-બે કરોડ રૂપિયા આપ્યા છે. ગીલાનીએ ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વહાવીને સાંસદોને ખરીદી લીધા હોવાનું ઈમરાને કહૃાું હતું. ઈમરાન ખાને ઉમેર્યું હતું કે મારી સરકાર જો લઘુમતિમાં આવી ગઈ હશે તો હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ.

હું પૈસા આપીને સાંસદોને ખરીદીશ નહીં. ઈમરાન ખાનને સંસદમાં બહુમતિ સાબિત કરવાનો પડકાર મળ્યો છે. આવતા સપ્તાહે તે સંસદમાં વિશ્ર્વાસનો મત સાબિત કરશે. જો જરૂરી સમર્થન નહીં મળે તો ઈમરાન ખાનની સરકારનું પતન થશે. ઈમરાને કહૃાું હતું કે, હું રાજકારણમાં પૈસા કમાવવા નથી આવ્યો. મારી પાસે પહેલાથી જ એટલા પૈસા અને જાહોજલાલી હતી જ કે હું આખી જીંદગી આરામથી બેઠા બેઠા જીવી શકતો હતો. પરંતુ દેશ માટે થઈને હું રાજનીતિમાં આવ્યો. હું કોઈ પણ ભોગે ભ્રષ્ટાચારીઓ સાથે સમજુતિ નહીં કરું.