ઇઝરાયેલની સેનાંમાં સ્થાન મેળવનાર પહેલી ગુજરાતી મહિલાઓ, મેર પરિવારનું ગૌરવ
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ કહેવતને સાકાર કરે તેવી એક પ્રસિદ્ધિ ગુજરાતના જૂનાગઢ જિલ્લાની બે બહેનોએ મેળવી બતાવી છે.
Subscribe Saurashtra Kranti here
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા કોઠડી ગામના મુળ વતની એવો મેર પરિવાર હાલ ઈઝરાયેલમાં સ્થાયી થયો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે.
આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઈઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મળતી માહિતી મુજબ ,કોઠડી ગામના વતની જીવાભાઇ મુળિયાસિયા અને તેમના ભાઇ સવદાસભાઇ મુળિયાસિયા બંન્ને ઈઝરાયેલના તેલઅવીવમાં સ્થાયી થયા છે.
Read About Weather here
તેમની પુત્રીઓ નિશા અને રિયા હાલ ઇઝરાયેલ આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં નિશા મુળિયાસિયા ઇઝારાયેલની સેનામાં સ્થાન મેળવનારી પ્રથમ ગુજરાતી મહિલા છે.
નિશા હાલ ઇઝરાયેલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાયબર સિક્યુરિટી વિભાગનાં ફરજ બજાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here