અમે દામાદો માટે નહીં ગરીબો, દલીતો, વિદ્યાર્થીઓ, ખેડૂતો માટે યોજનાઓ બનાવી છે : લોકસભામાં બજેટની ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સીતારમણ
તાજેતરમાં રજૂ થયેલા આત્મનિર્ભર બજેટનો જોરદાર બચાવ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી જેવી પડકાર જેવી પરિસ્થિતિ છતાં સરકાર દેશના લાંબા ગાળાના વિકાસ ખાતર સુધારો લાવવામાંથી પાછી હટી નથી. સુરક્ષા ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. અનેક ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે. અમે અન્ય કોઇ જગ્યાએથી ઉધાર લઇને હાઇબ્રીડ આપવામાં માનતા નથી.
લોકસભાના બજેટ સત્રના પ્રથમ ભાગના છેલ્લા દિવસે બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ ગરીબો ખાતર લેવાયેલા પગલાઓની વિગતવાર રૂપ રેખા આપી હતી. મફત રાશન અને ગેસ જેવા ગરીબ તરફી પગલાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલાએ મોદી સરકાર વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ વિરોધ પક્ષોની જાટકણી કાઢી હતી. તેમણે કહયું હતું કે, બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે અર્થતંત્રને ચેતન વંતુ બનાવવાના અનેક પગલા લેવામાં આવ્યા છે. યુપીએ સરકારની જેમ ખર્ચના કૃતિમ આંકડા આપવામાં આવ્યા નથી. ખરેખરો ખર્ચ અને ફાળવણી બતાવવામાં આવ્યા છે. મારા બજેટમાં રેલવે, રસ્તા, સુરક્ષા માટે કુલ બજેટના 34.4 ટકા જેવી જંગી ફાળવણી કરવામાં આવી છે. એટલે પી.ચિદમબરમે કરેલી ટીકા અસ્થાને છે. નાણામંત્રીએ કહયું હતું કે ગ્રામ્ય રસ્તા, મફત ગેસ કનેકશન અને વીજ જોડાણોનો સીધો લાભ અમીરોને નહીં પણ ગરીબોને મળવાનો છે.
ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1.67 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. 2.67 કરોડ મકાનોને વીજ જોડાણ અપાયા છે. 8 કરોડ ગ્રામ્ય મહિલાઓને મફત રસોઇ ગેસ મળ્યો છે એમને એલપીજી કનેકશન અપાયા છે. 9 કરોડ વિદ્યાર્થીઓને કોલ્રશીપ અપાઇ છે.અમારી સરકારે છ વર્ષમાં 2.11 લાખ કિલોમીટરના ગ્રામ્ય રસ્તા બનાવ્યા છે. શું આ બધુ ધનાથીઓ માટે છે. તેમણે કહયું હતું કે, કોરોના કાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવા પાછળ જ રૂ.2.79 લાખ કરોડનો ખર્ચ અમારી સરકારે કર્યો છે. 40 કરોડ ખેડૂતો, મહિલાઓ, અપગો અને વૃધ્ધોને કોરોના કાળમાં રોકડ મદદ આપવમાં આવી હતી. શું આ બધુ અમીરો માટે છે. શું અમે આ બધુ દામદો માટે કરી રહયા છીએ. નીર્મલાએ સીધો ઇશારો સોનીયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરા તરફ કર્યો હતો. જેની સામે કોંગ્રેસના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહયું હતું કે, બજેટમાં ગરીબો, દલીતો અને જરૂરીયાત મંદો માટે વધુમાં વધુ જોગવાઇઓ કરવામાં આવી છે.