આઝાદ ભારતના પહેલા બજેટ વિશે જાણી અજાણી વાતો

33

નાણાં મંત્રી નીર્મલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ એટલે બજેટ રજૂ કરવાના છે. આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ ૨૬ નાણાંમંત્રી જોયા છે. ૧૯૪૭થી અત્યારસુધી કુલ ૯૦ સામાન્ય અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. નિમર્લા સીતારામન આ વખતે ૮૯મું બજેટ રજૂ કરશે.

આઝાદી બાદ દેશનું પહેલુ બજેટ તત્કાલીન નાણાં મંત્રી ર.કે. શાનમુખમ શેટ્ટીએ ૨૬ નવેમ્બર, ૧૯૪૭ના રોજ રજૂ કર્યું હતુ. આ બજેટ લગભગ સાડા ૭ મહિના માટે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં રેવન્યુ વધારવાનો લક્ષ્ય ૧૭૧.૮૫ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. રાજકોષીય ખાતનું લક્ષ્ય ત્યારે ૨૪.૫૯ કરોડ રૂપિયા હતુ.

આ બજેટમાં ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર ૧૯૪૮ સુધી એક જ ચલણનો ઉપયોગ કરશે તેવી સંમતિ પણ હતી. પ્રથમ બજેટ રજૂ કરતા શેટ્ટીએ કહૃાું હતુ કે હું આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરુ છુ. આ ઐતિહાસિક ઘટના છે અને મને ખુશી છે કે આ બજેટને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે. સન્માનની સાથે જ મને આ જવાબદારીનો પણ અહેસાસ છે જે દેશના નાણામંત્રીની જવાબદારી મળી છે.

પ્રથમ બજેટ સાંજે ૫ વાગે રજૂ થયુ હતુ. આ પરંપરા ૧૯૯૯ સુધી ચાલુ રહી, જ્યારે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યદિવસોની સાંજે બજેટ રહેતુ હતુ. બ્રિટિશ કાળથી ચાલી આવતી આ પરંપરા ૨૦૦૧માં તૂટેલી જ્યારે તત્કાલિન નાણાં મંત્રી યશવંતસિંહએ સવારે ૧૧ વાગે બજેટ રજૂ કર્યું. જોકે ૨૦૧૭થી ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ ડેના કારણે પહેલા વર્કિંગ ડે પર જ બજેટ રજૂ કરવામાં આવે છે