આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

 (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

મેષ રાશિના લોકો પોતાના સાહસ અને સ્વાભિમાન દ્વારા માન-સન્માન અને પરિણામ પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ લોકો અન્યની હેઠળ રહીને વિકાસ કરી શકતાં નથી. તેમને સ્વતંત્ર રહેવું ગમે છે. પોતાના મનની ભાવના અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

અંગત સંબંધોમાં તાલમેલ જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. છેલ્લાં થોડા સમયમાં થયેલી ભૂલથી તમને બોધપાઠ મળી શકે છે. તમે તમારી દિનચર્યામાં પોઝિટિવ સુધાર પણ લાવશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત સાર્થક રહેશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમે તમારી કોઇ હોબી કે હુનરને નિખારવાની કોશિશ કરશો. તેનાથી તમને સુખ અને માનસિક શાંતિ મળી શકે છે. તમારો સમજદારીભર્યો વ્યવહાર અને આચરણ નકારાત્મક પરિસ્થિતિઓમાં તમને મજબૂત રાખશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે કોઈ સુખદ સમાચાર મળશે. જેનાથી પ્રસન્નતા અને માનસિક સુકૂન પણ મળશે. આકરી મહેનત દ્વારા સફળતા મળવાથી તમે થાકને ભૂલી જશો. કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં કરવાથી કોઇ મુશ્કેલીનું સમાધાન મળી જશે.

સિંહ | Leo

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે ફાયનાન્સ સાથે જોડાયેલા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો, સમય અનુકૂળ છે. તમને ચોક્કસ જ સફળતા મળશે. ઘરના કોઇ સભ્યની સલાહ તથા માર્ગદર્શન તમારા માટે આશીર્વાદ સાબિત થાય અને તમારો આત્મવિશ્વાસ પણ જળવાયેલો રહે.

કન્યા | Virgo

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

કોઇ મિત્રની મદદથી કોઇ ગુંચવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. જેથી સંતુષ્ટિનો ભાવ રહેશે. જનસંપર્ક વધારે મજબૂત થશે. રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોનું કામ સરળતાથી પૂર્ણ થઇ શકે છે.

તુલા

(જેનું નામ ર, ત, થી શરૂ થાય છે)

કોઈપણ કાર્ય યોગ્ય રીતે કરતા પહેલાં તેના અંગે એકવાર યોજના બનાવી લેવી, તેનાથી તમને કોઈપણ નિર્ણય લેવામાં સરળતા રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓનું પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રહેવું.

વૃશ્ચિક

(જેનું નામ ન, ય થી શરૂ થાય છે)

વિપરિત પરિસ્થિતિઓમાં પણ તમે પોઝિટિવ રહો. તમારું યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કાર્યોમાં વ્યવસ્થિત રહેવું તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર રહેશે. અંગત સંપર્કોના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ મળી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઇ નજીકના સંબંધી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે વાર્તાલાપ થશે. જેથી કોઈ નિર્ણય લેવામાં સરળતા રહેશે. ગ્રહ સ્થિતિ તમારી દિનચર્યામાં થોડું વિશેષ પરિવર્તન લાવી રહી છે, સમયનો યોગ્ય ઉપયોગ કરો.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આ પડકારભર્યા સમયમાં તમે તમારી સમજણ અને આત્મવિશ્વાસ દ્વારા કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે. થોડો સમય અભ્યાસ અને રસના કાર્યોમાં પણ જરૂર પસાર કરો.

કુંભ

(જેનું નામ ગ, સ, શ, ષ, થી શરૂ થાય છે)

કામ વધારે હોવા છતાં તમે પરિવાર તથા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. ઘરની દેખરેખ તથા સુધારને લગતી ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. બાળકો પ્રત્યે તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય સારો સાબિત થશે.

મીન

(જેનું નામ દ, ચ, ઝ, થ, થી શરૂ થાય છે)

થોડો સમય જ્ઞાનવર્ધક કે નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત કરવામા પસાર કરો. કોઇ રાજકીય કાર્ય કોઇની મદદથી નિર્વિઘ્ન પૂર્ણ થઇ શકે છે. બાળકોની કોઇ પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તેમના મનોબળને મજબૂત કરશે.