આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની મદદથી રસ્તાઓ પણ સરળ થઈ જશે. સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. ઘરનું વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

વૃષભ:

સમય અનુકૂળ છે. આ સમયે રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. લાંબા સમયથી ચાલતી ચિંતાથી રાહત મળી શકે છે. ઘરમાં નજીકના સંબંધોનું આગમન થશે.

Visit Saurashtra Kranti Homepage here

મિથુન:

દરેક કામને સમજી-વિચારીને કરવું તમને સફળતા આપશે. કોઈ મિત્રની મદદથી ગુંચવાયેલાં કાર્યો ઉકેલાઈ જશે. માનસિક રીતે પણ તમે વધારે સુકૂન અનુભવ કરશો

કર્ક:

કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાની તક મળશે. નજીકના સંબંધીઓને મળીને થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ પ્રાપ્ત થશે. સમય સફળતાદાયક રહેશે.

સિંહ:

ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

કન્યા:

તમારી કોઈ પરેશાનીના નિવારણમાં પરિવારના લોકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બનશે. તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીને વધારે સારી બનાવી શકશો.

તુલા:

ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓને બનાવવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની જગ્યાએ તમારા કર્મ ઉપર વધારે વિશ્વાસ કરો.

વૃશ્ચિક:

 કોઈપણ કાર્યને કરતા પહેલાં તેને લગતી બધી જાણકારીઓ પ્રાપ્ત કરી લો. તેનાથી ચોક્કસ લાભદાયી પરિણામ પ્રાપ્ત થશે. અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ ધ્યાન આપવું.

ધન:

થોડો સમય તમારા રસના અને મનગમતા કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારી દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો અને અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં તમારો ખાસ રસ રહેશે.

મકર:

સામાજિક કે સોસાયટીને લગતી મીટિંગમાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારા દ્વારા રાખવામાં આવેલ પક્ષને પ્રોત્સાહન મળશે. કોઈ નવી જાણકારી શીખવામાં પણ સમય પસાર થશે.

કુંભ:

કોઈ અનુભવી કે રાજનૈતિક વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે તથા કોઈ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. રોકાણને લગતી યોજનાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત થશે. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

Read About Weather here

મીન:

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને હાર્દિક સુખ આપશે અને એકબીજા સાથે સંબંધને ગાઢ બનાવશે. અધ્યાત્મને જાળવામાં તમારો રસ રહેશે. આજે સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here