આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. મિત્ર કે સહયોગીઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક રહેશે.

વૃષભ:

આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારાં કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. આજે પરિવાર સાથે કોઇ કિંમતી વસ્તુની ખરીદી પણ શક્ય છે.

મિથુન:

આજે તમે તમારા કોઇ ખાસ કામને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ગંભીર ચર્ચા પણ થશે.

Visit Saurashtra Kranti Homepage here

કર્ક:

આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. કોઇપણ પરેશાનીમાં શાંતિથી ઉકેલ શોધવાની કોશિશ કરો. જોકે, કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તથા માર્ગદર્શન દ્વારા અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.

સિંહ:

આ સમયે ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું તમને અન્ય વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનાવશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.

કન્યા:

આજે કોઇ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેને શરૂ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

તુલા:

આ સમયે વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપવું. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. માન-સન્માન પણ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક:

આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.

 ધન:

કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

મકર:

આજે પ્રોપર્ટી કે કોઇ તેને લગતો મામલો ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતા રહો. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપશો તો સફળતા મળશે.

કુંભ:

થોડા સમયથી મનમાં ચાલી રહેલી દુવિધા દૂર થશે. સારા લોકોના સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને જલ્દી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે.

Read About Weather here

મીન:

દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ સુકૂન સાથે પસાર થશે. આવક અને વ્યયમાં સમાનતા રહેશે. પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here