આજના રાશિફળ પર એક નજર        

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

આજના દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે.

વૃષભ:

જો પ્રોપર્ટીની ખરીદી કરવાની યોજના ચાલી રહી છે તો તેને લગતો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. પારિવારિક સુખ-સુવિધાઓની સામગ્રી ખરીદવામાં સમય પસાર થશે.

Visit Saurashtra Kranti Homepage here

મિથુન:

આજે અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. માત્ર વિશ્વાસ અને મહેનત કરવાની જરર છે. કોઈ પારિવારિક આયોજનને લગતી યોજના બની શકે છે.

કર્ક:

તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ સમય છે. ભરપૂર કોશિશ કરો. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યા મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી ઉકેલવામાં સફળતા મળશે.

સિંહ:

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે.

કન્યા:

લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થશે. કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવાથી આત્મિક શાંતિ મળી શકે છે. ફાયનાન્સને લઈને અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.

તુલા:

આ સમયે આર્થિક પક્ષ પહેલા કરતા વધારે સુદઢ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી પણ રાહત મળી શકે છે. જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું હતું, આજે તેના પૂર્ણ કરવાનો સમય છે.

વૃશ્ચિક:

પ્રોપર્ટી કે વાહનને લગતી ખરીદીની યોજના બનશે. સાથે જ ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી કોઈ પરીક્ષામાં પરિણામ યોગ્ય પ્રાપ્ત થશે. વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

ધન:

ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે, તેનો યોગ્ય ઉપયોગ કરો. જે કામ છેલ્લા થોડા સમયથી અટવાયેલું હતું આજે તે થોડી કોશિશમાં સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન રાખશે.

મકર:

ઘરની દેખરેખને લગતું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.

કુંભ:

ઘણાં સમયથી કોઈ ઉધાર આપેલ કે અટવાયેલ રૂપિયા પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ તથા યુવાઓને યોગ્ય સફળતા મળી શકે છે.

Read About Weather here

મીન:

આ સમયે ગ્રહ સ્થિતિ પૂર્ણ તમારા પક્ષમાં છે. તમે તમારી મહેતન અને પરાક્રમ દ્વારા તમારું કોઈ સપનું પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ પણ સશક્ત રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here