આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક રીતે પૂર્ણ થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ:

કોઇપણ કામ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો, ચોક્કસ તમને યોગ્ય પરિણામ મળશે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઇપણ નિર્ણય નજીકના ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ આપશે.

મિથુન:

આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. વર્તમાન સુરક્ષાને અપનાવીને તમારા સંપર્કોને વધારે મજબૂત બનાવો. આ સમયે આર્થિક મામલાઓ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. કોઇ સમાજ સેવી સંસ્થામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

કર્ક:

આજે ભાવનાઓની જગ્યાએ દરેક કાર્યને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. વસીયતને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે.

સિંહ:

સ્થાન પરિવર્તનને લગતી કોઇપણ યોજનાને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. અધ્યાત્મ તથા ધર્મ-કર્મમાં રસ તમારા વ્યવહારને ખૂબ જ પોઝિટિવ બનાવશે.

કન્યા:

આજે રૂટિન ગતિવિધિઓને ટાળીને પોતાની નાણાકીય યોજનાને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે લાભદાયક સ્થિતિ બની રહી છે. મિત્રો તથા પરિવારના લોકો સાથે મનોરંજન વગેરે કાર્યોમાં સુખમય સમય પસાર થશે.

તુલા:

આજે કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત તમને ફ્રેશ કરી દેશે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા સંપર્ણ ઊર્જા એકઠી કરીને તમે તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. જો ઘરના રિનોવેશનને લગતી યોજના બની રહી છે, તો તેને કોઇ વાસ્તુ નિષ્ણાતની સલાહ લઇને કરાવશો.

વૃશ્ચિક:

આજે તમે કોઇપણ પરિસ્થિતિનો સરળતાથી ઉકેલ શોધી શકશો. અન્યની મદદ લેવાની જગ્યાએ તમારી ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાન કારણે રોકાણને લગતી યોજના પણ બનશે.

ધન:

આત્મવિશ્વાસ જાળવી રાખવો તમારો વિશેષ ગુણ છે. અન્ય ઉપર વધારે આશા ન રાખશો. વડીલોની સલાહ તથા માર્ગદર્શનનું પાલન કરવું તમને સફળતા આપશે. આ સમયે પરિસ્થિતિ પણ અનુકૂળ ચાલી રહી છે.

મકર:

દિવસ સફળતા આપનાર સાબિત થશે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં કોઇ ઉકેલ મળવાની યોગ્ય શક્યતાઓ છે.

કુંભ:

બધા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી તમને સફળતા મળશે. કોઇ પ્રોત્સાહિત કાર્યના કારણે તમને સમાજમાં માન-સન્માન પણ મળશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પરિવારના લોકોની પણ સલાહ લો.

Read About Weather here

મીન

જો કોઇ વિશેષ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ છે. માત્ર તમારે તમારા કાર્યોના દરેક સ્તર ઉપર યોગ્ય ચર્ચા-વિચારણા કરીને કામ કરવાની જરૂરિયાત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here