આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

દિવસની શરૂઆત સકારાત્મક રહેશે. તમે તમારા સન્માન અને આદર્શોને પૈસા કરતા વધારે મહત્વ આપશો. તમારા કર્મના જાતે પ્રધાન હોવાથી તમે તમારા ભાગ્યનું પણ નિર્માણ કરશો. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ રહેશે.

વૃષભ:

વ્યર્થની પ્રવૃતિઓ પરથી ધ્યાન હટાવીને થોડો સમય પોતાના માટે પસાર કરો. આત્મ ધ્યાન કરવાથી તમને ઘણી શાંતિ મળશે અને તણાવમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવા પડશે.

Visit Saurashtra Kranti Homepage here

મિથુન:

આજે તમે કાર્યને ઉતાવળને બદલે શાંતિથી અને સમજી વિચારીને પૂરું કરવાનો પ્રયાસ કરો, તેનાથી તમને સારું પરિણામ મળશે. પરિવાર તથા સમાજમાં તમારું વર્ચસ્વ જળવાય રહેશે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.

કર્ક:

આજે મોટાભાગનો સમય પારિવારિક પ્રવૃત્તિઓમાં પસાર થશે. જો કોઈ સરકારી કામ અટાવાયેલું છે તો તે આજે પૂરું કરવા માટે યોગ્ય સમય છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ સર વધશે.

સિંહ:

આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજન અને આનંદિત વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિત આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. સંતાન સંબંધિત કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂરું થશે.

કન્યા:

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે તેમજ ખાસ મુદ્દા પર ચર્ચા વિચારણા થશે. આ સમયે પ્રોપર્ટી અથવા અન્ય કોઈ અટવાયેલા કાર્ય સરળતાથી હલ થઈ શકે છે. સોસાયટી સાથે સંબંધિત કોઈ વિવાદિત કેસમાં તમારો પ્રસ્તાવ મહત્ત્વપૂર્ણ રહેશે.

તુલા:

તમામ જવાબદારીઓને તમારી ઉપર ન લઈને કેટલીક જવાબદારીઓ પરિવારમાં વહેંચવી. તેનાથી તમે તમારા વ્યક્તિગત કાર્યમાં પણ સમય પસાર કરી શકશો અને શાંતિનો પણ અનુભવ મળશે. વાહન અથવા મકાન ખરીદવા માટે લોન સંબંધિત કાર્યવાહી જલ્દી પૂરી થઈ જશે.

વૃશ્ચિક:

કોઈપણ કાર્ય કરવામાં બીજાની સલાહની અપેક્ષા તમારી લાયકાત પર વિશ્વાસ કરો. આજે તમે તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પસાર કરશો. જેનાથી કોઈપણ અટવાયેલા કાર્ય પણ ઝડપથી થશે.

ધન:

આજે તમારે મહત્ત્વપૂર્ણ કાર્ય આયોજિત રીતે પૂર્ણ થશે. તેનાથી તમને અમુક હદ સુધી શાંતિ મળશે. ઉધાર આપેલા પૈસા પણ પાછા મળવાની સંભાવના છે. યુવાનોને પોતાના પ્રોફેશનલ અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે.

 મકર:

તમારી કેટલીક સમસ્યાઓનું સમાધાન સંબંધીઓ તથા પારિવારિક લોકોના સહયોગથી મળશે. ઘરના મોટા વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનનો અમલ કરો. આ સમયે કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાનો પ્લાન બની શકે છે.

કુંભ:

આજનો દિવસ ખાસ કરીને મહિલાઓ માટે અનુકૂળ છે. કાર્ય પ્રત્યે સજાગતા તેમને સફળતા પ્રદાન કરશે. કોઈ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધી તમારી રાહ જોઈ રહી છે, તેથી આ સમયનો સદુપયોગ કરવો.

Read About Weather here

મીન:

આજે સુખદ અનુભવ થશે. કોઈ સમારોહ અથવા પાર્ટીમાં વ્યસ્ત રહેશો. યુવાનોને ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળવાની સંપૂર્ણ અપેક્ષા છે. સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય તમારા માટે યોગ્ય સાબિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here