આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

 મેષ:

રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઘરમાં ફેરફારને લગતા વિષય ઉપર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

વૃષભ:

તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવા માટે થોડા પ્લાનિંગ કરશો અને તેમાં સફળ પણ રહેશો. તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે.

મિથુન:

ઘરમાં કોઇ ધાર્મિક યાત્રાને લગતી યોજના બનશે. આજે મોટાભાગનો સમય પરિવારજનો સાથે પસાર કરવાથી સુકૂન અને સુખ મળશે. વડીલોના અનુભવો અને સલાહ ઉપર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે.

કર્ક:

આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે આગળ જઇને તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહ:

જો પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતી કોઇ કાર્યવાહી ચાલી રહી છે, તો તમને ચોક્કસ સફળતા મળશે. તમે શારીરિક અને માનસિક રીતે પોતાને સશક્ત અનુભવ કરશો. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

કન્યા:

છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી આત્મવિશ્વાસ અને ઊર્જા દ્વારા તમારા કાર્યોમાં જોડાઇ જશો. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને વધારે સક્રિય અને ગંભીર રહેશો. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે.

તુલા:

તમારી જીવનશૈલીને વધારે ઉન્નત જાળવી રાખવાની કોશિશ કરો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાને લગતી ગતિવિધિઓમાં સફળતા મળી શકે છે.

વૃશ્ચિક:

આજે દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. આ ઓર્ડરનું ઉત્તમ પરિણામ મળવાથી મન પ્રસન્ન પણ રહેશે. કોઇ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ મળશે.

ધન:

આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર લાભદાયક ચર્ચા-વિચારણાં પણ રહેશે. ઘરમાં રિનોવેશનને લગતી યોજનાને શરૂ કરતી સમયે વાસ્તુ નિયમો નું પાલન કરો.

મકર:

આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે, તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે.

કુંભ:

આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે. જેનાથી તમને આત્મિક શાંતિ પણ મળશે અને માન-સન્માન પણ વધશે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે, તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

Read About Weather here

મીન:

તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરવી સફળતા અપાવશે. શારીરિક અને માનસિક રૂપથી તમે સ્વસ્થ અનુભવ કરી શકો છો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here