આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ: આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

વૃષભ: આજે કોઇ નવી જાણકારી કે સમાચાર મળી શકે છે. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ કઢાવી શકો છો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમતને વધારી શકે છે.

મિથુન: ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક: બપોર પછી લાભદાયક સ્થિતિ બની રહી છે. તમારી અંદર રિસ્ક લેવાની પણ પ્રવૃત્તિ રહેશે, જે ફાયદાકારક સાબિત થશે. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા મહત્ત્વપૂર્ણ સલાહ મળશે. સમાજમાં પણ તમારું વિશેષ માન-સન્માન વધશે.

સિંહ: તમારું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં સારું સાબિત થશે. પરિવારની સુખ સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગ પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અથવા કરિયરને લગતી કોઇ સમસ્યાનું નિવારણ મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો.

Read Saurashtra Kranti E-Paper here

કન્યા: આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે તેમાં સફળ પણ થશો. અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. સંપત્તિને લગતો કોઇ વિવાદ શાંતિથી ઉકેલાઇ જશે.

તુલા: આજે તમારું ધ્યાન ભાવી લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થશે. લાભદાયક સંપર્ક સ્થાપિત થઇ શકે છે. જો કોઇ નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

વૃશ્ચિક: આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવી રહ્યું છે. તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધારશો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનિત રહી શકે છે.

ધન: જે સપના સાકાર કરવાનો દિવસ છે. મુશ્કેલ કાર્યોમાં તમે તમારા દઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. રોકાણ કરવાની યોજના બની રહી હોય તો તરત જ તેના ઉપર અમલ કરો. ઘરને લગતા કાર્યોમાં થોડો સમય પસાર થશે.

મકર: આજે તમે આરામથી પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા કામ યોગ્ય રીતે બનતાં જશે. બાળકોને લગતી કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

Read About Weather here

કુંભ: આજે કોઇ લાભદાયક સૂચના મળી શકે છે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી દખલ દ્વારા ઉકેલાઇ જશે. આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. યુવા વર્ગ પોતાના કરિયરને લગતી ગતિવિધિઓને લઇને વધારે ગંભીર રહેશે.

મીન:કોઇ પરિવારને લગતો વાદ-વિવાદ પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિભર્યું વાતાવરણ જળાવયેલું રહેશે. આ સમયે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. તમારા અટવાયેલાં કામ સરળતાથી પૂર્ણ થતાં જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here