આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

શનિવાર, 11 ડિસેમ્બર 2021

આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.આળસ અને મોજ-મસ્તીમાં વધારે સમય ખરાબ ન કરો. કોઇ મનગમતું કામ પૂર્ણ થવાથી મનમાં સુકૂન અને સુખ રહેશે. વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે. પરંતુ તમારું કઇં જ ખરાબ થઇ કરી શકશે નહીં.

કારોબારમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. તમને આ મહેનતનું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ ન જાળવી રાખવાના કારણે પરિવારમાં વિવાદ થઇ શકે છે.ખરાબ આદતો અને નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખવું.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે કોઇ નવી જાણકારી કે સમાચાર મળી શકે છે. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ કઢાવી શકો છો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમતને વધારી શકે છે.આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. એટલે અત્યારથી તમારું બજેટ જાળવીને ચાલશો તો યોગ્ય રહેશે. ધ્યાન રાખો કે કોઇ કાયદાકીય વિવાદમાં પણ તમે ફસાઇ શકો છો.કાર્યક્ષેત્રમાં આજે કામ વધારે રહેશે.ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવી શકે છે.કોઇ પ્રકારના તણાવના કારણે આત્મબળ અને ઊર્જાની ખામી અનુભવ કરશો.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.ફોન કે મિત્રો સાથે હરવા-ફરવામાં સમય ખરાબ થઇ શકે છે. તમારી યોજનાને તરત શરૂ કરો. કોઇ પાડોસી સાથે વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે વધારે સુધાર આવે તેવી શક્યતાઓ છે.કોઇ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ જળવાશે.માથાનો દુખાવો અને તણાવની અસર તમારા કાર્યો ઉપર પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

બપોર પછી લાભદાયક સ્થિતિ બની રહી છે. તમારી અંદર રિસ્ક લેવાની પણ પ્રવૃત્તિ રહેશે, જે ફાયદાકારક સાબિત થશે. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા મહત્ત્વપૂર્ણ સલાહ મળશે. સમાજમાં પણ તમારું વિશેષ માન-સન્માન વધશે.કાર્ય ક્ષમતામાં ઘટાડો આવવાના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય રીતે કરી શકો છો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી રહેશે. ખર્ચ વધારે રહી શકે છે. સાથે જ આવકના સાધનો પણ મળી શકશે.કોઇ નવા કામને શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય નથી.લગ્નજીવન સુખમય રહેશે.ઘૂંટણ અને સાંધામાં દુખાવાની કોઇ જૂની સમસ્યા વધી શકે છે

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં સારું સાબિત થશે. પરિવારની સુખ સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગ પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અથવા કરિયરને લગતી કોઇ સમસ્યાનું નિવારણ મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો.તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે આર્થિક ખેંચતાણ રહેશે. નાની-નાની વાતો ઉપર પરેશાન થઇ જવું તમારા સ્વભાવમાં રહેશે. સંબંધીઓ સાથે સંબંધને ખરાબ થવા ન દો.કાર્યક્ષેત્રમાં તમે તમારી મહેનત અને ક્ષમતા દ્વારા તમારા ટાર્ગેટને પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. થોડા પડકારો પણ સામે આવી શકે છે. તમારી કાર્ય ક્ષમતાને સાબિત કરવા માટે ખૂબ જ વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. ઓફિસમાં પણ કામ વધારે રહેશે.વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને તમે તેમાં સફળ પણ થશો. અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. સંપત્તિને લગતો કોઇ વિવાદ શાંતિથી ઉકેલાઇ જશે.કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. ખોટા ખર્ચ પણ સામે આવી શકે છે. આ સમયે તમારી અંદર અહંકારની ભાવના જન્મે નહીં તેનું ધ્યાન રાખો. યુવા વર્ગ મોજ-મસ્તી અને હરવા-ફરવામાં સમય ખરાબ ન કરીને પોતાના અભ્યાસ અને કરિયર ઉપર વધારે ધ્યાન આપે.વેપારમાં મંદી હોવા છતાં લાભદાયક સ્થિતિઓ બની શકે છે.લગ્નજીવનમાં મધુરતા રહેશે.સ્વાસ્થ્યમાં કોઇને કોઇ નાના-મોટા ઉતાર-ચઢાવ આવતાં રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે તમારું ધ્યાન ભાવી લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થશે. લાભદાયક સંપર્ક સ્થાપિત થઇ શકે છે. જો કોઇ નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો. દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. કોઇ યોજના બનાવતાં પહેલાં તેના ઉપર ગંભીર ચર્ચા-વિચારણાં કરી લો.કામકાજને લઇને કોઇ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યના દ્વાર ખોલી શકે છે.ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવી રહ્યું છે. તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધારશો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનિત રહી શકે છે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખવું, તેમની ખોટી સલાહ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર કરશો નહીં.આ સમય વ્યવસાયને વધારવા માટે જનસંપર્ક ખૂબ જ લાભદાયક સાબિત થશે.ઘરમાં મહેમાનોની અવર-જવર રહી શકે છે.તમને અનેકવાર કહેવામાં આવ્યું છે કે ગળાને લગતા ઇન્ફેક્શનને ગંભીરતાથી લો.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે સપના સાકાર કરવાનો દિવસ છે. મુશ્કેલ કાર્યોમાં તમે તમારા દઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. રોકાણ કરવાની યોજના બની રહી હોય તો તરત જ તેના ઉપર અમલ કરો. ઘરને લગતા કાર્યોમાં થોડો સમય પસાર થશે.ક્યારેક અન્યની વાતોમાં આવીને તમારું નુકસાન કરી શકો છો, એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. દુવિધાની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.વ્યવસાયમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવમાં ઘટાડો આવી શકે છે.પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂન આપનારું રહેશે.

કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમે આરામથી પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા કામ યોગ્ય રીતે બનતાં જશે. બાળકોને લગતી કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.ક્યારેક તમારું આત્મ કેન્દ્રિત થઇ જવું તથા માત્ર પોતાના અંગે વિચારવું નજીકના સંબંધીઓ સાથે અંતર વધારી શકે છે. આ સમયે બહારના વ્યક્તિઓ ઉપર વધારે વિશ્વાસ ન કરો. વ્યવસાયિક ગતિવિધિઓ હાલ થોડી ધીમી જ રહેશ પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ ઘરની સુખ-શાંતિને જાળવી રાખશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે કોઇ લાભદાયક સૂચના મળી શકે છે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી દખલ દ્વારા ઉકેલાઇ જશે. આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. યુવા વર્ગ પોતાના કરિયરને લગતી ગતિવિધિઓને લઇને વધારે ગંભીર રહેશે.આળસના કારણે કામને ટાળવાની કોશિશ ન કરો. આ સમયે વારસાગત સંપત્તિને લઇને ભાઇઓ સાથે વિવાદ થઇ શકે છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેશો.

પારિવારિક વ્યસ્તતાના કારણે તમે કામની જગ્યાએ વધારે સમય આપી શકશો નહીં.પતિ-પત્ની વચ્ચે પોઝિટિવ અને સહયોગાત્મકપૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્ય સારું રહેશે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

કોઇ પરિવારને લગતો વાદ-વિવાદ પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિભર્યું વાતાવરણ જળાવયેલું રહેશે. આ સમયે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. તમારા અટવાયેલાં કામ સરળતાથી પૂર્ણ થતાં જશે.તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે કામ ખરાબ થઇ શકે છે. કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ સમયે થોડી ભાગદોડની સ્થિતિ પણ રહી શકે છે.પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક સ્થિતિ બની રહી છે.લગ્નજીવન સુખદ રહી શકે છે.સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here