આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. રાજ્યમાં સરેરાશ 81% વરસાદ; દ્વારકામાં 45 ટકા વધુ વરસાદ, સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં રહી

  અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં હજુ 40થી 47% વરસાદની ઘટ સર્જાઈ

ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાથી મધ્યમથી ભારે વરસાદની વકી

Visit Saurashtra Kranti Homepage here

2. ન્યૂઝીલેન્ડે સિરીઝ રદ કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 1100 કરોડ રૂપિયાનું નુકસાન, મિયાંદાદે કહ્યું – તેમનો નિર્ણય નૈતિકતા વિરુદ્ધ છે

   ન્યૂઝીલેન્ડ ટીમે શુક્રવારે સુરક્ષાના કારણે પાકિસ્તાન સામે સિરીઝ રમવાની ના પાડી દીધી હતી.

ન્યૂઝીલેન્ડે કોઇ સૂચના વગર શુક્રવારે પાકિસ્તાન સામેની પોતાની સિરીઝ રદ કરી દીધી હતી, તે પણ સિરીઝ શરૂ થવાના થોડા સમય પહેલા જ.

  આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટા ઝટકા સમાન માનવામાં આવે છે. કારણ કે દેશ ક્રિકેટમાં સુધાર માટે સખત મહેનત કરી રહ્યું છે.

3. કેન્સરને ડિટેક્ટ કરવાનો રિવોલ્યુશનરી બ્લડ ટેસ્ટ, 50 પ્રકારના કેન્સરને અર્લી સ્ટેજમાં જ ઓળખી શકાય છે, બ્રિટનમાં 1.40 લાખ વોલિન્ટિયર્સ પર ટ્રાયલ શરૂ

    બ્રિટનમાં કેન્સર ડિટેક્ટ કરવા માટે બનાવાયેલા બ્લડ ટેસ્ટની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. 1 લાખ 40 હજાર લોકો પર કરવામાં આવી રહેલી ટ્રાયલ દુનિયાની સૌથી મોટી ટ્રાયલ ગણાવવામાં આવી રહી છે.

    આ ટેસ્ટને કેલિફોર્નિયાની ગ્રેલ કંપનીએ તૈયાર કરેલ છે. ગ્રેલ કહે છે કે આ ટેસ્ટ 50થી પણ વધુ અલગ-અલગ પ્રકારના કેન્સરને ડિટેક્ટ કરી શકે છે. હાલ આ ટેસ્ટનો ઉપયોગ અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે.

4. રાજ્યના 4500 ઉત્પાદક મુશ્કેલીમાં:સોડા, ફ્રૂટ આધારિત, કાર્બોનેટેડ ઠંડાપીણાં પર 28% GST, 12% સેસ

   ટેક્સમાં ધરખમ વધારો થતાં પીણાં મોંઘા બનશે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણયથી ઠંડા પીણાં મોંઘા બન્યા છે. કાઉન્સિલના આ નિર્ણયથી હવે કાર્બોનેટેડ ઠંડા પીણાં જેવાં કે, સોડા, ફ્રૂટ આધારિત પીણાં પર હવે 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ લાગુ કરાયો છે.

5. દોઢ વર્ષે બજારમાં રોનક આવશે:નવેમ્બરથી ફેબ્રુઆરીમાં 400 લગ્ન; 4 માસમાં બજારમાં 100 કરોડથી વધુનો વેપાર થશે, 25 હજારથી વધુ લોકોને રોજગારી મળશે

   હોટેલથી લઇને વેન્યૂના શરતી બુકિંગ યજમાનો કરાવી રહ્યા છે, લગ્નની ખરીદી નવરાત્રીથી શરૂ થશે. સતત બે વખત લગ્ન સિઝન ફેલ ગયા બાદ હવે દિવાળી પછી શરૂ થતી લગ્ન સિઝન વેપારીઓ માટે શુભ બની રહેશે

6. સિદ્ધાર્થ-સુશાંતથી લઈ શ્રીદેવી સહિતના 17 સ્ટાર્સના આકસ્મિક અવસાનથી પરિવાર જ નહીં ચાહકોને પણ ઝટકો લાગ્યો હતો

    જિયા ખાન, પ્રત્યુષા બેનર્જી સહિતના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું

7. દૂરદર્શનને દરેક મેચના 5 લાખ રૂપિયા આપતું હતું BCCI, પણ બે મોટી ઘટનાએ બદલી નાંખી તસવીર; ભારત ક્રિકેટ સુપરપાવર બન્યું તેની સંપૂર્ણ કહાની

    ક્રિકેટની શરૂઆત ભલે ઇંગ્લેન્ડમાં થઈ હોય, પણ આજે ભારત ક્રિકેટમાં સુપર પાવર છે. BCCI અને IPL મારફતે ભારત એક શક્તિના સ્વરૂપમાં એવા દેશોમાં પણ પહોંચી ગયું છે કે જ્યાં અન્ય રીતે જઈ શકાતું નથી.

8. ફૂલ ચાર્જમાં 837 કિમી દોડશે આ અમેરિકી ઈલેક્ટ્રિક કાર

    57 લાખથી શરૂ થશે કિંમત. ઈલેક્ટ્રિક કારમ મામલે ટેસ્લાના વર્ચસ્વને પડકારતાં અમેરિકી સ્ટાર્ટઅપ લ્યૂસિડ મોટર્સે પોતાની એર રેન્જની કાર લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે, તેની એર ડ્રીમ એડિશન કાર સિંગલ ચાર્જમાં 837 કિમીની સફર કાપશે.

9. પાકિસ્તાનમાં તાલિબાની આતંક – સરેરાશ રોજ એક હુમલો, નિશાને પાક. સુરક્ષા દળ

   તહરીક-એ-તાલિબાન સરહદી વિસ્તારોમાંથી હવે શહેરો તરફ ઘૂસણખોરી વધારી રહ્યું છે. પાકિસ્તાની સરકાર આતંકી સંગઠન પર કાબૂ કરવાના જતન કરી રહી છે. પાકિસ્તાન સરકારે અફઘાનમાં તાલિબાની શાસનને સમર્થન આપ્યું છે.

Read About Weather here

  પાક. વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન તાલિબાનની તરફેણમાં છે પણ આતંકવાદને કારણે પાક. પણ ભોગવી રહ્યું છે. પાકિસ્તાનની અફઘાન સાથેની સરહદે તહરીક-એ-તાલિબાન(ટીટીપી)ની ઘૂસણખોરી વધી રહી છે.

10. રાજકોટના વિદ્યાર્થીએ કહ્યું, નબોર્ડમાં લખેલું દેખાતું નથીથ, શાળાએ આંખની તપાસનો કેમ્પ કર્યો તો 85 બાળકને નંબર હોવાથી ચશ્માં બનાવી આપ્યા

    વિરાણી હાઈસ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને નવી દૃષ્ટિ અપાવી, 600 બાળકની આંખની તપાસ કરાઈ

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here