આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. કોહલી-ડિવિલિયર્સ અને મેક્સવેલ પર રહેશે જવાબદારી, ડેથ ઓવરમાં બોલિંગ હજુ નબળી

  IPL-14ની સાત મેચમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી, પરંતુ તેની ઇકોનોમી પણ 7.35ની હતી

2. સરકારમાંથી પડતાં મુકાયેલા એક કેબિનેટ મંત્રીએ રાજપથ ક્લબ પાછળ રૂ. 112 કરોડમાં જમીન વેચી

   પૂર્વ મંત્રી ખરીદી માટે વધુ એક જમીન ગોતી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યમાં અચાનક જ નવી સરકાર બની અને સાથે જ જુના તમામ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે.

આવા જ એક પડતાં મુકાયેલા કેબિનેટ મંત્રીએ અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇ-વે પર રાજપથ ક્લબ પાસે આવેલી પોતાની જમીન રૂ. 112 કરોડથી વધુમાં વેચી નાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

3. સોનુ સૂદના નિકટના સાથીનો દાવો: ભાજપે પદ્મશ્રીની ઑફર કરી હતી, સોનુએ જવાબ ના આપ્યો, આજે ત્રીજા દિવસે પણ દરોડા ચાલુ

   સોનુ સૂદના ઘરે 15 સપ્ટેમ્બરના રોજ ITના દરોડા પડ્યા હતા. સોનુ સૂદના ઘર-ઓફિસ સહિત છ જગ્યાએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે IT ડિપાર્ટમેન્ટને દરોડા દરમિયાન અંગત ફાઇનાન્સ સાથે જોડાયેલી એક બાબતમાં ટેક્સની ગેરરીતિ જોવા મળી છે.

શૂટિંગ માટે સોનુએ જે પણ ફી લીધી હતી, તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ઇનકમ ટેક્સ વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરે છે.

4. વિરપુરમાં આજે સવારથી ધીમીધારે વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, રાજકોટમાં ઝરમર

   સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો. રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ ક્યારેક કાળા ડિબાંગ વાદળો તો ક્યારેક આકરો તડકો જોવા મળી રહ્યો છે. ત્યારે વિરપુરમાં સવારથી જ ધીમીધીરે વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એક દિવસના વિરામ બાદ વિરપુરમાં આજે ફરી મેઘસવારી આવી પહોંચી છે. ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ વરસાદી માહોલ જામ્યો છે.

5. સેન્સેક્સ 125 અંક ઘટ્યો, નિફ્ટી 17585 પર બંધ; ટાટ સ્ટીલ, SBIના શેર ઘટ્યા

    કોટક મહિન્દ્રા, HDFCબેન્ક, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, નેસ્લેના શેર વધ્યા. ભારતની માર્કેટ કેપ 261 લાખ કરોડ રૂપિયા થઈ. ભારતીય શેરબજારો સપ્તાહ અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 126 અંક વધી 59015 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 44 અંક વધી 17585 પર બંધ રહ્યો હતો.

કારોબાર દરમિયાન સેન્સેક્સ 59737 અને નિફ્ટી 17792ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 59400 અને નિફ્ટી 17700ને પાર ખુલ્યું હતું.

6. ફેસ્ટિવલ સિઝનમાં કોરોનાના કેસ વધવાની આશંકા; શોપિંગ, ટ્રાવેલિંગ, ફેમિલી ગેધરિંગથી લઈને ધાર્મિક સ્થળોએ આટલી બાબતોનું ધ્યાન રાખવું

    ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ બે મહિના સુધી ચાલુ રહેશે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાં ન માત્ર એકબીજાના ઘરે આવવા-જવાનું વધશે પરંતુ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માટે ધાર્મિક સ્થળો

7. વેક્સિનેશનના મહા અભિયાનમાં 50 હજારના લક્ષ્યાંક સામે શહેરમાં હાલ 40073 લોકોએ વેક્સિન લીધી

    શહેરમાં કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી, અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રિંગ રોડ ખાતે વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વેક્સિનેશનની કામગીરી આજે મધ્ય રાત્રિ સુધી કરવામાં આવશે. આજે બપોર સુધીમાં આ મહાઅભિયાનમાં 40073 લોકોએ વેક્સિન લઇ લીધી છે. શહેરમાં આજે 50 હજાર લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42814 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 13,76,492ના ટેસ્ટ કરાયા છે.

8. રાજકોટના પડધરીમાં 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સિવિલમાં દાખલ, તબિયત સારી

    મજૂરી કામ કરતા પરિવારની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ 6 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરીમાં 4 માસની બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

જોકે હાલ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

9. બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા રામદેવપીરના જન્મોત્સવની ઉજવણી કરાઈ

  ત્રણ દિવસ સુધી કરવામા આવે છે ઉજવણી. દર વર્ષની માફક ભાદરવા સુદ દશમની રણુજાના રાજા રામદેવપીરનાં સાડા ત્રણ દિવસનાં ઉત્સવનો સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લાભરમાં હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

Read About Weather here

જેના ભાગરૂપે શહેર ખેડુતવાસ વિસ્તારમાં આવેલ બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા રાત્રે 12 કલાકે રામદેવપીરના જન્મ ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી.

10. બે કિમીના રસ્તાથી રેકોર્ડ સર્જાયો: 1250 લોકોએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિમીનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા

  24 કલાકમાં 2 કિમી માર્ગ નિર્માણનો રેકોર્ડ. 1 લાખથી વધુ સિમેન્ટની થેલી વાપરી 24 કલાકમાં તૈયાર થયો RCC રોડ 1.50 લાખ લિટર હાઈ સ્પીડ ડીઝલનો ઉપયોગ થયો

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here