1. મેડલ જીતીને આવેલી સિંધુની સાથે મોદીએ ખાધો આઈસ્ક્રીમ, ગોલ્ડન બોય નીરજ ચોપરા અને હોકી ટીમને મળ્યાં વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે પોતાના નિવાસ સ્થાન પર મુલાકાત કરી. વડાપ્રધાન અથલીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે સન્માનિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરતા પહેલા તેમની સાથે બ્રેક-ફાસ્ટ પણ કર્યો. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ જીતનાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સાથે પોતાનો આઈસ્ક્રીમ ખાવાનો વાયદો પણ નિભાવ્યો.
2. PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર સૌથી વધુ 8 વખત તિરંગો ફરકાવનારા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન; 17 વખત ધ્વજવંદન સાથે જવાહરલાલ નેહરુના નામે છે રેકોર્ડ
ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 16 વખત લાલ કિલ્લાના પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવેલો. લાલ કિલ્લા પરથી લાંબા સમય 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કરવાનો રેકોર્ડ PM મોદીના નામે છે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 8મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે,કે જેમણે સૌથી વધારે એટલે કે 8 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
3. આરોપોની તપાસ માટે કેન્દ્ર સમિતિની રચના કરશે, સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલમાં નિમણૂક માટે 10 દિવસનો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે સોમવારે પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું અને કહ્યું હતું કે તે કથિત પેગાસસ જાસૂસીની તપાસ માટે નિષ્ણાંતોની સમિતિની રચના કરશે. બીજી તરફ, કોર્ટે સરકારને ટ્રિબ્યુનલમાં નિમણૂક કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.
4. સુરતમાં હીરાની લે-વેચ સરળ બનાવવા પ્રયાસ, 2200 સ્કેવર ફૂટમાં તૈયાર થયેલા ડાયમંડ ઓક્શન હાઉસને ખુલ્લું મૂકાયું
ઓક્શન હાઉસમાંથી હીરાની સાથે ડાયમંડ-ગોલ્ડ જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે. સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે રફ ડાયમંડનું સુરતમાં માઈનીંગ કંપનીઓનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિમાં સુધારો આવતાં હવે તા.18મી ઓગસ્ટે સુરતમાં પહેલુ-વહેલું રફ ડાયમંડનું ઓક્શન માઈનીંગ કંપની દ્વારા યોજવામાં આવશે.
5. કાબુલમાં ઊડતા વિમાનમાંથી પટકાયા ત્રણ લોકો; અમેરિકન સૈન્યના વિમાનના ટાયર પર લટકીને કાબુલથી નીકળી રહ્યા હતા
કાબુલમાં વિમાનમાંથી લોકો નીચે પડતાં દેખાઈ રહ્યાનું ભયાનક દૃશ્ય સામે આવ્યું. કાબુલ એરપોર્ટ નજીક તાલિબાનો દ્વારા મહિલાઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઊડતા વિમાનમાંથી 3 લોકો નીચે નીચે પટકાયા હતા. આ ત્રણેય લોકોનાં મોત થયાં હતાં. આ લશ્કરી વિમાન હતું અને માહિતી અનુસાર, આ લોકો વિમાનના ટાયર પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.
6. અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર અફઘાની લોકોનું પ્રદર્શન, ‘બાઈડન તમે જવાબદાર’ના નારા
વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે. જો તાલિબાન ટેકઓવર કરે છે તો હજારો ઓસામા બિન લાદેન પેદા થશે. અફઘાનિસ્તાનમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે અમેરિકામાં રહેતા અફઘાની લોકોએ વ્હાઈટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો બાઈડન પાછા જાઓ તેવા નારા લગાવ્યા હતા. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ બાઈડનને જવાબદાર ગણાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બાઈડન પર દગો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
7. રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વકરી, રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં સિગ્નલ બંધ કરવા માગ
સિગ્નલ પર સ્ટોપ આવતા સમયે ડાબી બાજુ વળાંક લેનારા લોકો માટે જગ્યા રહેતી નથી. રાજકોટવાસીઓ માટે હાલના સમયમાં પ્રાણ પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક સમસ્યા. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની સાથે સાથે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર 20થી વધુ સિગ્નલ મુકવામાં આવ્યા છે.
8. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી, ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતની ખબર
બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું. 17થી 23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના. ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે ચોમાસું સક્રિય થયાની આગાહી કરી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
Read About Weather here
9. વનદીપ વીડિયો જોઈને 8થી પણ વધુ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા શીખ્યો, 21 વર્ષની ઉંમરમાં જીત્યો હતો પહેલો રિયાલિટી સિગિંગ શો
પવનદીપની નાનકડા ગામથી નેશનલ સિગિંગ રિયાલિટી શો જીતવાની સફર. ‘ઇન્ડિયન આઇડલ’ની 12મી સીઝનનો વિનર ઉત્તરાખંડનો 25 વર્ષીય પવનદીપ રાજન બન્યો છે. પવનદીપને વિનર તરીકે 25 લાખ રૂપિયા તથા લક્ઝુરિયસ કાર ઈનામ તરીકે મળી છે. પવનદીપનો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે અને તેથી જ તેને સંગીત વારસામાં મળ્યું છે. પવનદીપના પિતા, દાદા તથા નાની લોકપ્રિય સિંગર છે.
10. સૈફ અલી ખાને જૂનું ઘર ભાડે આપી દીધું, મહિને 3.5 લાખ રૂપિયાનું ભાડું મળશે
સૈફ અલી ખાને 13 ઓગસ્ટ, 2021ના રોજ એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો.બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો 16 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ છે. સૈફે મુંબઈના બ્રાંદ્રા સ્થિત પોતાનો ફોર્ચ્યુન હાઇટ્સમાં આવેલો ફ્લેટ ભાડે આપ્યો છે. સૈફને દર મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનું ભાડું મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here