આજથી સંસદના બીજા સત્રનો પ્રારંભ થશે: ૮ એપ્રિલે થશે સમાપ્ત

5

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલે એટલે કે સોમવારથી શરૂ થશે. સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત ૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ હતી. બજેટ સત્રનો પ્રથમ ભાગ ૨૭ ફેબ્રુઆરીએ સમાપ્ત થયો. બજેટ સત્રના પહેલા ભાગમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ૧ ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્રનો બીજો તબક્કો ૮ માર્ચે શરૂ થશે અને ૮ મી એપ્રિલના રોજ સમાપ્ત થશે.

બજેટ સત્રના પહેલા તબક્કાની જેમ આ વખતે પણ કોરોનાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી જુદા જુદા સમયે લેવામાં આવશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ માહિતી આપી હતી કે રાજ્યસભા સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે જ્યારે લોકસભા સાંજના ૪ થી ૧૦ સુધી કાર્ય કરશે. તેમણે માહિતી આપી કે બજેટ સત્રનો બીજો ભાગ ૮ મી એપ્રિલે પૂરો થશે.

લોકસભા સચિવાલયએ જણાવ્યું હતું કે બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભામાં ૯૯.૫ ટકા ઉત્પાદકતા જોવા મળી હતી, જે બે ભાગમાં ચાલતી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બજેટ સત્ર ૨૦૨૧ના પહેલા તબક્કા દરમિયાન કહૃાું હતું કે ૫૦ કલાકના નિર્ધારિત સમય સામે લોકસભા ૪૯ કલાક અને ૧૭ મિનિટ બેઠી હતી.

Previous articleલદ્દાખમાં વહેલી સવારે ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા
Next articleરાજસ્થાનમાં દારુની દુકાનની હરાજીમાં બે મહિલાઓએ ૫૧૦ કરોડની બોલી લગાવી…!!