આંધ્ર પ્રદેશની કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

8

જીનિયસ ગુ્રપ દ્વારા

અન્ય રાજયોની સંસ્થાઓ સાથે જોડાવાના ભાગરૂપે ટ્રેનર અને એજયુકેશન રોહિત શીકાએ 6 દિવસ ઓનલાઈન તાલીમ આપી

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ન ફકત રાજકોટ અને ગુજરાતના વિદ્યાર્થીઓ પરંતુ દેશ અને અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રીય અને વિવિધ રાજયોની સિવિલ સર્વિસીઝની પરિક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે વિવિધ તાલિમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. તાજેતરમાં જીનિયસ ગ્રુપ દ્વારા આંધ્રપ્રદેશના કુરનુલની કેવીઆર ગર્વમેન્ટ કોલેજના સહભાગીઓ માટે 6 દિવસીય તાલિમ કાર્યક્રમ યોજાયો હતો.

વિદ્યાર્થીઓને શિક્ષણ અને તાલિમ થકી સારી કારકિર્દી ઘડતરની તકો પ્રાપ્ત થાય તે માટે આપવામાં આવતા આ તાલિમ કાર્યક્રમો જીનિયસ ગ્રુપ દ્વારા બિલકુલ નિ:શુલ્ક યોજવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરુપે તાજેતરમાં આંધ્રપ્રદેશના કુરનુલની કેવીઆર ગર્વમેન્ટ કોલેજ દ્વારા જીનિયસ ગ્રુપને છ દિવસીય, મેનેજીંગ સોફટ સ્કિલ ફોર પર્સનાલીટી ડેવલપમેન્ટ વિષય અંગે યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવેલ. આ માટે સમગ્ર ઓનલાઇન કાર્યક્રમની વ્યવસ્થા કેવીઆર ગર્વમેન્ટ કોલેજ ફોર વુમનના જવાહર નોલેજ સેન્ટર દ્વારા કરવામાં આવી હતી.

જીનિયસ સ્કૂલના ટ્રેનર અને એજયુકેટર રોહિત શીકા, કે જેઓ છેલ્લા દસ મહિના કરતા વધારે સમયથી જીનિયસ સ્કૂલની જીનિયસ કનેક્ટ યુ-ટયુબ ચેનલના માધ્યમથી જીનિયસ લક્ષ્ય દૈનિક શ્રેણી અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ સરકારી અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગે માર્ગદર્શન અને તૈયારીઓ કરાવે છે.તેઓ આ આંધ્રપ્રદેશની કોલેજ દ્વારા યોજાયેલ તાલિમ કાર્યક્રમમાં રીસોર્સ પર્સન તરીકે જોડાયા હતા. આ 6 દિવસીય ઓનલાઇન તાલીમ કાર્યક્રમમાં તેમણે દરરોજ જુનિયર અને સિનિયર કેટેગરીના તાલીમાર્થીઓને તાલિમ આપી હતી.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતા કહે છે કે અમને દેશ અને અન્ય રાજ્યોની સંસ્થાઓ સાથે જોડાવાનો ગર્વ છે. અમે દેશના દરેક રાજ્યોની શિક્ષણ સંસ્થાઓ સાથે શિક્ષણ અને તાલિમના માધ્યમથી જોડાવા હંમેશા તત્પર છીએ. રોહિત શીકાની સફળ કામગીરી બદલ સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા અને સમગ્ર જીનિયસ પરિવાર દ્વારા તેમને શુભેચ્છા આપવામાં આવી હતી.(13.17)