આંધ્રપ્રદેશની રેનિગુંટા પોલીસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી) ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને તિરૂપતિ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા હતા. તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ ચૂંટણી પ્રચાર માટે તિરૂપતિ એરપોર્ટથી ચિત્તૂર જઈ રહૃાા હતા. રેનિગુંટા પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તિરૂપતિ એરપોર્ટ પર ધરણા પર બેઠા હતા. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ આ કાર્યવાહી પર પોલીસની માત્ર ટીકા કરી નથી, પરંતુ આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની સરકારની પણ આકરી ટીકા કરી છે.
ટીડીપીએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પછી એક ટ્વીટ કરીને જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રહાર કરવામાં આવી રહૃાા છે. પાર્ટી દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવી છે. આપને જણાવી દઈએ કે રેનિગુંટા પોલીસે ચંદ્રબાબુ નાયડુને સ્વાગત માટે આવેલા ટીડીપી નેતાઓને પણ રોક્યા હતા અને તેમને બસમાં ભરીને લઇ જવામાં આવ્યા હતા. ટીડીપી પાર્ટીએ પોતાના એક ટ્વિટમાં જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા નેતાઓને બસમાં ક્યાં લઈ જવામાં આવી રહૃાા છે તે અંગે પોલીસે પણ જણાવ્યું નહતું.