આંદોલનનો દિવસ 83 : ગુરૂવારે કિસાનોનું દેશ વ્યાપી રેલ રોકો

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

દિલ્હી બોર્ડર પર મોટી સંખ્યામાં કિસાનોનો જમાવડો યથાવત, નવા કૃષિ કાયદા પાછા ખેચવાની માંગણીમાં અડીખમ

કૃષિ આંદોલનના આજે 83માં દિવસે દિલ્હી બોર્ડર પર મોટી સંખ્યામાં પંજાબ અને હરીયાણાના કિસાનોનું જમાવડો ચાલુ રહયો હતો. સીંધુ, ટીકરી અને ગાઝી બોર્ડર પર આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે. આજે પણ કિસાન નેતાઓએ ફરીવાર જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેચી લેવા જોઇએ એ માટેનું અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. દરમ્યાન આવતી તા.18ને ગુરૂવારે કિસાન સંગઠનોએ દેશભરમાં 4 કલાક માટે રેલ રોકો આંદોલનનું એલાન આપ્યું છે. એ માટે દેશભરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર ભરતમાં રેલવે વ્યવહાર અટકી ન પડે એ માટે પોલીસ અને સલામતી દળોને સાબ્દા કરવામાં આવ્યા છે. જેથી કરીને કોઇ અનિચ્છીન્ય ઘટના બને નહીં. કિસાન નેતા રાકેશ ટિકૈતે ધરણા પરથી હટવાનો ઇન્કાર કર્યો છે અને આંદોલન ચાલુ રાખવાનો પુનરૂચ્ચાર કર્યો છે.