આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધને ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી લંબાવાયો

73

કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે નિર્ણય કર્યો

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સિધી વધારી દીધો છે. સરાકરે આ નિર્ણય કોરોનાના નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં લઇને કર્યો છે. જો કે આ પ્રતિબંધ સ્પેશિયલ ફલાઇટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનોને લાગુ નહીં થાય. જ્યારથી બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે ત્યારથી દુનિયના વિવિધ દેશોએ બ્રિટન ઉપર હવાઇ પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ભારત પણ સામેલ હતું. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય લાઇટો ઉપરનો પ્રતિબંધ પણ વધારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશી ચુક્યો છે. આ સિવાય દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાનો આ નવો સ્ટ્રેન પહોંચ્યો છે. આ સ્ટ્રેન પહેલા કરતા ઘણો વધારે જોખમી અને અનેક ગણો ચેપી છે. ત્યારે સાવચેતીના ભાગરુપે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા ઉપરના પ્રતિબંધને વધાર્યો છે.