પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરએ હરભજન સિંહને બેસ્ટ સ્પિનર રેિંટગમાં રવિચંદ્રન અશ્ર્વિનથી થોડો આગળ રાખ્યો છે. અશ્ર્વિને તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે ૪૦૦ વિકેટ પૂરી કરી હતી. જો કે ગંભીરનું માનવુ છે કે અલગ અલગ સમયગાળામાં રમેલા ખેલાડીઓની સરખામણી કરવી મુશ્કેલ છે. પરંતુ હરભજનના સમય દૃરમિયાન ડીઆરએસની ગેરહાજરી અને પીચની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેમણે અશ્ર્વિનની સરખામણીએ ભજ્જીને વધુ મહત્વ આપ્યું છે.
હરભજન સિંહ૧૦૩ ટેસ્ટ મેચમાં ૪૧૭ વિકેટ અને ૨૩૬ વન ડેમાં ૨૬૯ વિકેટ પ્રાપ્ત કરી છે. ભજ્જી તે સમયે ભારતીય ટીમનો ભાગ હતો જે સમયે ભારતીય ટીમે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો હતો. તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓના લીસ્ટમાં ત્રીજા ક્રમે છે. અશ્ર્વિન તેનાથી ૧૬ વિકેટ પાછળ ચાલી રહૃાો છે, પરંતુ આશા છે કે તે જલદીથી જ ભજ્જીનો રેકોર્ડ તોડી દેશે.
ગંભીરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતુ કે, સમયના હિસાબે જોઈએ તો કોઈની સરખામણી કરવી મુશ્કેલ છે પરંતુ અત્યારે બધી સુવિધા મળી રહી છે તેને જોતા હુ હરભજનને બેસ્ટ માનુ છું. અશ્ર્વિન હાલમાં દૃુનિયાનો સૌથી બેસ્ટ ઓફ સ્પિનર છે, પરંતુ જો હુ તેની હરભજન સાથે તુલના કરૂ છુ તો તે સમયે ન તો આવી વિકેટ હતી ન તો ડીઆરએસની સિસ્ટમ હતી.
ગંભીરે કહૃાું કે, અશ્ર્વિન પાસે બોલગનો વિક્લ્પ ‘દૂસરા નથી, જેમા હરભજનને મહારથ હાંસલ હતી. છતા પણ તે અશ્ર્વિનને સારો ખેલાડી માને છે અને હરભજનને બેસ્ટ ગણે છે. હરભજન પાસે ‘દૂસરા બોલ કરવાનો ફાયદો હતો. અશ્ર્વિન પાસે તે વિકલ્પ હતો, કેમ કે ‘દૂસરા આંગળીઓના સ્પિનર માટે નથી. તેમ છતા અશ્ર્વિન પાસે વેરિએશન છે. જો હુ ઓવરઓલ દ્રષ્ટીકોણથી જોવુ તો અશ્ર્વિન શંભવત: હરભજનની સરખામણીએ બોલિંગની દ્રષ્ટીએ સારો પર્ફોરમર છે.