અમેરિકી રિપબ્લિકન સાંસદ લ્યૂક લેટલોનું કોરોનાને કારણે નિધન

SaurshtraKranti logo

નવનિર્વાચિત અમેરિકી સાંસદૃ રિપબ્લિકન લ્યૂક લેટલોનું કોરોનાના કારણે મૃત્યુ થઈ ગયુ છે. રવિવારે તેઓ શપથ લેવાના હતા. લ્યૂક જોશુઆ લેટલો અમેરિકાના લુસિયાના રાજ્યના રાજનીતિજ્ઞ હતા. તેમને ૨૦૨૦માં લુઈસિયાનાના ૫માં કોંગ્રેસ માટે સંયુક્ત રાજ્ય અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ્સ માટે પસંદ કરાયા હતા. તેમણે ૧૮ ડિસેમ્બરે સાર્વજનિક રીતે પોતે કોરોનાથી સંક્રમિત હોવાની જાહેરાત કરી હતી. તેઓ ઉત્તરી લુસિયાના રિચલેંડ પૈરિશમાં આવેલા પોતાના ઘરમાં આઈસોલેટ થયા હતા. પણ ૧૯ ડિસેમ્બરના રોજ કોરોનાના કારણે અનેક સમસ્યાઓ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. ૨૩ ડિસેમ્બરે તેમને આઈસીયુમાં ખસેડાયા હતા. ૪૧ વર્ષિય લેટલોની પાછળ પત્ની, જૂલિયા બરનહિલ લેટલો અને બે નાના બાળકો છોડીને ગયા છે.

કોરોના વાયરસે લુસિયાનાને ઘણુ નુકસાન પહોંચાડ્યુ હતું અને સ્વયં લેટલો પણ સોશિયલ ડિસ્ટેંન્સિંગનું પાલન કરવાની વાત કરતા રહેતા હતા, પણ તેઓ ઘણી વાર માસ્ક વગર સાર્વજનિક કાર્યક્રમોમાં દેખાતા હતા. તેમના ટ્વિટર પેજ પર પણ તસ્વીરોમાં દેખાતુ હતું કે, તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યારેક માસ્ક સાથે તો ક્યારેક માસ્ક વગર જ પ્રચારમાં દેખાયા હતા.