Subscribe Saurashtra Kranti here.
વિદેશ મંત્રીઓની મુલાકાતમાં અમેરિકાનો સામનો કરવા માટેની રણનીતિ ઘડાઈ શકે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિનને હત્યારા ગણાવી આકરા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ખુલી ધમકી આપ્યા બાદ ફરી એકવાર શિતયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. અમેરિકા સાથે ફરી એકવાર વણસી રહેલા સંબંધો વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અચાનક જ ચીનના પ્રવાસે જશે. લાવરોવની આગામી સપ્તાહે થનારી આ ચીન યાત્રા પર USની સાથો સાથ ભારતની પણ નજર રહેશે.
શિનજિયાંગ, તિબ્બેટ, હોંગકોંગ અને તાઈવાનને લઈને ચીન અને US સામ સામે છે. તો રશિયા સાથે પણ અમેરિકાનો અનેક મુદ્દે વિવાદ ચાલી રહૃાો છે. આ સ્થિતિમાં રશિયાનું ચીનને લઈને ભરવામાં આવેલુ પગલુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાું છે.
Read About Weather here
રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાતમાં USનો સામનો કરવા માટેની રણનીતિ ઘડાઈ શકે છે તેમ માનવામાં આવી રહૃાું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાંગે જણાવ્યું હતું કે, સર્ગેઈ લાવરોવ ૨૨ મર્ચે ચીન પહોંચશે અને બે દિવસની યાત્રા દરમિયાન તે પોતાના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય સંબંધો અને સંયુક્ત હિતોના આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરશે. લાવરોવની આ યાત્રા અલાસ્કામાં અમરિકી વિદેશ મંત્રી એંટણી બ્લિંકેટ, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેલ સુલ્લિવાન અને ચીની રાજદ્વારી યાંગ જીચી તથા વાંગ વચ્ચે થઈ રહેલી બે દિવસીય ઉચ્ચ સ્તરની વાતચીતની પૃષ્ટભૂમિમાં થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here