અમેરિકામાં કોરોના વિસ્ફોટ: ૧૦ દિવસમાં ૧૦ લાખ, ન્યૂયોર્કમાં ફરી લોકડાઉન લાગુ

48

ન્યુયોર્કમાં રાતના દસ પછી રેસ્ટોરન્ટ-પબ બંધ

ન્યુયોર્કમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ આદેશ જાહેર કરતા તમામ બાર અને રેસ્ટોરન્ટ્સને શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી તત્કાલીન સંજોગોને ધ્યાનમાં રાખીને બંધ કરવાના આદેશ આપ્યા છે. યુએસમાં હાલ કોરોનાની બીજી લહેરને લીધે કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહૃાા છે. જોકે ડેથ રેટ અને હોસ્પિટલાઇઝેશન રેટ સ્થિર રહૃાો હતો.

સાથે જ, તેમણે સ્થાનિક ખાનગી રહેણાંકોમાં પણ એકઠાં થવા પર પણ મર્યાદા લાગુ કરી દીધી છે. હવે ૧૦ થી વધુ લોકો એકઠા નહિ થઇ શકે. તેમજ જણાવ્યું છે કે જો કેસ આ જ રીતે વધતા રહૃાા તો રેસ્ટોરન્ટ્સની મર્યાદૃા પણ ઘટાડી શકે છે.

સ્ટેટવાઈઝ કોરોના રેટ વધીને ૨.૯% થયો છે જે છેલ્લા કેટલાંક મહિનાથી સૌથી વધુ રહૃાો છે જયારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં મૃત્યુદર પણ વધી રહૃાો છે. ન્યુ યોર્ક શહેરમાં સંક્રમણનો દૃર વધવા છતાં મૃત્યુઆંક સ્થિર છે.

સમગ્ર દેશમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે કે યુએસમાં રેકોર્ડ બ્રેક લોકો સંક્રમણના શિકાર થઇ રહૃાા છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહૃાા છે. હાલ, મહામારીને કારણે ૬૨ હજાર અમેરિકન્સ સારવાર લઇ રહૃાા છે.

કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલા આંકડા પર નજર કરીયે તો મંગળવારના રોજ દેશભરમાં ૬૧૯૬૪ જેટલા લોકોને કોરોનાની સારવાર કરવામાં આવી હતી.
જોકે, બુધવારે ગવર્નર ક્યૂમોએ જણાવ્યું છે કે દેશભરમાં જે લોકો આદેશનું પાલન નહિ કરે તો કાયદેર્યવાહી માટે સમન્સ પાઠવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પૈસા જાય તો દુ:ખ થાય પણ તે ફરી કમાઈ શકાય છે. પરંતુ, સ્વજન ચાલ્યા જાય તો તે પાછા નથી મેળવી શકાતા. જો બાર રેસ્ટોરન્ટ્સમાં લાઇટ્સ ચાલુ રહેશે અને લોકો પીતા રહેશે તો તેમને સમન્સ પાઠવવામાં આવશે.