અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

52

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી

વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ રહેલુ ચીન તિબેટ પર કબજો જમાવી ત્યાંના સામાન્ય જીવનને વેરવિખેર કરી ચૂક્યુ છે. કેટલાક ભારતીય નિષ્ણાંતોની ભારત સરકારને તિબેટ કાર્ડ ખેલવાની સલાહ પર હવે ચીન ઉકળી રહૃાું છે અને ગુસ્સામાં તેણે ભારતને યુદ્ધની ધમકી પણ આપી દીધી હતી. ચીનનું કહેવુ હતું કે, અમેરિકા સાથે મળીને ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દૃેશો વચ્ચેના સંબંધ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

ચીનની સરકાર અને કોમ્યુનિષ્ટ પાર્ટીએ તેના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં ભારતને ચેતવણી આપતા કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. ચીને એમ પણ કહૃાુ હતું કે ભારત, કાશ્મીરને તેનો ઇલાકો ગણી ન શકે. તેણે ઉત્તર પૂર્વમાં અલગાવવાદની યાદ અપાવતા બદલો લેવાની ધમકી પણ આપી હતી.

ચીની સરકારે તેના મુખપત્રમાં લેખ દ્વારા એવુ કહવાનો પ્રયત્ન કર્યો હતો કે, ભારતના કેટલાક નિષ્ણાંતો ત્યાંની સરકારને અમેરિકા સાથે મળીને તિબેટ કાર્ડ ખેલવાની સલાહ આપી રહૃાા છે. તેમણે અમેરિકાને પણ તિબેટ કાયદૃાનો લાભ ઉઠાવવા ઇશારો કર્યો હતો, પરંતુ તિબેટ એ ચીનનો હિસ્સો છે. અને ભારત સરકાર લાંબા સમયથી તેને માન્યતા આપી રહૃાુ છે. એવામાં ભારત સરકાર તેના નિષ્ણાંતોની વાત માનશે તો બંને દેશો વચ્ચેના સંબંધ ખતર થશે અને નવી દિલ્હી યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર રહેશે.

જોકે હાલમાં જ લદાખ મુદ્દે વિવાદમાં ભારત તરફથી જડબેસલાક કાર્યવાહીથી ડઘાઇ ગયેલા ચીને તેના મુખપત્ર દ્વારા એમ પણ કહૃાુ હતું કે, ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી અને એના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે. એક ચીની નિષ્ણાંતનું કહેવુ હતું કે ભારતે આ મુદ્દે અનેક વાર વિચાર કરવો પડશે, કે તેણે અમેરિકા સાથે મળીને ચીન સામે અડચણો પેદા કરી હતી તો તેને શુ મળશે. અંતે ભારત ખુદને ચીનના નિશાના પર જોશે.