મુંબઇ બ્લેક આઉટ કાવતરા પર ચીન ઘેરાઈ રહૃાું છે. અમેરિકા પણ સતત ચીનની હરકતો પર નજર રાખી રહૃાું છે. અમેરિકાના સાંસદે જો બાઈડેન તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે. અમેરિકા પહેલા પણ ચીનની દાદાગીરી સામે અવાજ ઉઠાવતું રહૃાું છે.
વરિષ્ઠ અમેરિકાના સાંસદ ફ્રેંક પેલોને જો બાઇડેન તંત્રથી કર્યું છે, ભારતની પાવર ગ્રિડ પર ચીનના સાયબર હુમલાના વિરોધમાં અમેરિકાને ભારત સાથે ઉભા રહેવું જોઇએ. કોંગ્રેસી ફ્રેંક પેલોને એક ટ્વીટમાં લખ્યું, અમેરિકાને આ આપણા વ્યૂહાત્મક મિત્રની (ભારત) સાથે ઉભા રહેવું જોઇએ અને ભારતમાં પાવર ગ્રિડ પર ચીનના ખતરનાક સાયબર હુમલાની નિંદા કરવી જોઇએ.
રેકોર્ડેડ યૂચરના રિપોર્ટને ટાંકીને ફ્રેંક પેલોનએ કહૃાું, બંને દેશોની વચ્ચે એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે આપણે ચીનને બળ અને ધાકધમકીના માધ્યમથી હાવી થવાની છૂટ આપવી જોઇએ નહીં. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, ચીનનું ભારત સામે ષડયંત્ર સાથે સંકડાયેલા રિપોર્ટ્સ વિશે સંપૂર્ણ જાણકારી છે. અમેરિકા સાયબર સ્પેસમાં ખતરાનો જવાબ આપવા માટે દુનિયાના તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.