અમેરિકન સેના આગામી ૬ વર્ષમાં ઇન્ડો પેસિફિક થિયેટર કમાન્ડને સ્થાપિત કરશે

9

એશિયામાં ચીનની વધતી દાદાગીરીને માત આપવા માટે અમેરિકા હવે ચોક્કસ પ્રહાર કરનારી મિસાઇલોની જાળ પાથરવા માટે જઇ રહૃાું છે. આ માટે અમેરિકન સેના આગામી ૬ વર્ષમાં ૨૭.૪ બિલિયન ડૉલરની રકમ ખર્ચ કરીને ઇન્ડો પેસિફિક થિયેટર કમાન્ડને સ્થાપિત કરશે. પેસિફિક ડિટરેન્સ ઇનિશિએટિવ અંતર્ગત બનનારા આ થિયેટર કમાન્ડને લઇને યૂએસ ઇન્ડો પેસિફિક કમાન્ડે એક વિસ્તૃત પ્રપોઝલ અમેરિકન કૉંગ્રેસને સોંપ્યું છે.
જેને જો મંજૂરી મળી જાય છે તો અમેરિકન સેના ચીનને તેના જ વિસ્તારમાં ઘેરવા માટે મિસાઇલોની એક લાંબી ચેન સ્થાપિત કરશે. આમાં અનેક એવા દેશો પણ સામેલ થઈ શકે કે, જ્યાં અમેરિકન સેના પહેલાથી હાજર છે. કહેવામાં આવી રહૃાું છે કે આ દેશો ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં આવેલા અમેરિકા ગુઆમ નેવલ બેઝ પણ ચીનને ઘેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે. જાપાની મીડિયા નિક્કેઈ એશિયાએ પોતાના રિપોર્ટ અનુસાર, અમેરિકન સેનાના દસ્તાવેજોમાં જણાવ્યું છે કે સંયુક્ત રાજ્યના ભવિષ્ય માટે ચીન આ વિસ્તારમાં અમેરિકન હિતોની વિરુદ્ધ દબાવ બનાવી શકે છે. ઇન્ડો-પેસિફિકનું સૈન્ય સંતુલન વધારે પ્રતિકૂળ હોવાના કારણે અમેરિકાને આનું વધારાનું જોખમ ઉઠાવવું પડી શકે છે.

આવામાં અમેરિકાના દૃુશ્મન એકતરફી સ્થિતિને બદલવા માટે પ્રયત્ન કરી શકે છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યના જોખમોને જોતા અમેરિકન કૉંગ્રેસ સેના માટે આ બજેટને મંજૂરી આપી દે. જે અંતર્ગત આગામી ૬ વર્ષોમાં અમેરિકન સેના પોતાની રક્ષાત્મક અને આક્રમક તૈયારીઓને વધારે તેજ કરશે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાના દૃુશ્મનોને કાઉન્ટર કરવા માટે ફર્સ્ટ આઈલેન્ડ ચેનના રૂપમાં આંતરરાષ્ટ્રીય ડેડલાઇનના પશ્ર્ચિમમાં મિસાઇલોના સટીક-સ્ટ્રાઇક નેટવર્કની સાથે એક ઇન્ટીગ્રેટેડ જોઇન્ટ ફૉર્સની સ્થાપના કરવામાં આવશે.