અમિત શાહ આજથી આસામ, મણિપુરની બે દિવસની મુલાકાતે

55
AMIT-SHAH-WEST-BANGAL-આસામ
AMIT-SHAH-WEST-BANGAL-આસામ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૨૬મી ડિસેમ્બર શનિવારથી આસામ અને મણિપુરની મુલાકાત લેશે. આ મુલાકાત દૃરમિયાન તેઓ ગુવાહાટીમાં નવી મેડિકલ કોલેજની શિલાન્યાસ વિધિ કરશે અને આસામ દર્શન કાર્યક્રમ હેઠળ ૮૦૦૦ ‘નામઘર અથવા વૈષ્ણવિતે આશ્રમ માટે નાણાકીય ગ્રાન્ટ્સનું વિતરણ કરશે, એમ અધિકારી સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.

મણિપુરમાં તેઓ ચુરચંદ્રપુર મેડિકલ કોલેજ, મુઓંગખોંગ ખાતે એક આઇઆઇટી, રાજ્ય સરકારનું ગેસ્ટ હાઉસ, સ્ટેટ પોલીસ હેડક્વોર્ટર્સ તથા ઇમ્ફાલમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરની શિલાન્યાસ વિધિ કરશે. નામઘર માટે નાણાકીય ગ્રાન્ટ્સ પૂરી પાડવાની સાથે શાહ સાંસ્કૃતિક અને પર્યટન સ્થળ તરીકે બાતાદ્રવ થાનના વિકાસની શિલાન્યાસ વિધિ કરશે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

આસામના નાગાંવ જિલ્લાના વૈષ્ણવિતે આશ્રમ બાતાદ્રવ થાનની સ્થાપના ૧૫મી-૧૬મી સદૃીના આસામના સંત શ્રીમંતશંકરાદેવ દ્વારા કરવામાં આવી હતી.

ગુવાહાટીમાં એક નવી મેડિકલ કોલેજની શિલાન્યાસ વિધિ પણ શાહના હસ્તે કરવામાં આવશે જે શહેરની બીજી મેડિકલ કોલેજ હશે. આસામમાં નવ નવી લો કોલેજ પણ સ્થાપવામાં આવશે.

આસામના મુખ્ય પ્રધાન સર્બનનંદા સોનોવાલ ગુવાહાટીના કાર્યક્રમમાં હાજર રહશે, જ્યારે મણિપુરના તેમના સમકક્ષ એન. બિરેન સિંહ ઇમ્ફાલના કાર્યક્રમોમાં હાજર રહશે.

Previous articleકોરોના એન્ટાર્કટિકા પહોંચ્યો: ૫૮ લોકો સંક્રમિત
Next articleઇએસઆઇસી સ્કીમમાં ૧૧.૭૫ લાખ નવા સભ્યો ઉમેરાયા