અફઘાનિસ્તાનમાં વાયુસેનાનાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં જ ભીષણ ટક્કર થઈ ગઈ, જેનાં કારણે ૧૫ સૈનિકોનાં મોત નિપજ્યા છે. સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે, હવામાં અકસ્માતની આ ઘટના મંગળવારની રાત્રે દૃક્ષિણ હેલમંદ વિસ્તારના નાવા જિલ્લામાં થઈ હતી. જણાવવામાં આવી રહૃાું છે કે, આ હેલિકોપ્ટર કમાન્ડોને ઉતારીને ઈજાગ્રસ્ત સૈનિકોને લઈને પરત જઈ રહૃાા હતા.
નાવા જિલ્લામાં એક ઓપરેશનમાં આ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને લઈ જવા માટે તથા વધારે સહાયતા પહોંચાડવા માટે હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ બંને હેલિકોપ્ટર સામસામે ટકરાયા હતા. એક અન્ય સુત્રએ જણાવ્યું કે, આ ઘટનામાં ૮ સૈનિકોનાં મોત નિપજ્યા છે. જો કે, કેટલાં સૈનિકોનાં મોત નિપજ્યા છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ આ દૃુર્ઘટના અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પણ સરકારી અધિકારીએ નાવા જિલ્લામાં થયેલ આ દૃુર્ઘટનાની પુષ્ટિ કરી છે. પણ તે અંગે વધારે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અમુક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.