અમેરિકી પ્રમુખની સ્પષ્ટ ચેતવણી અમે આ હુમલો ભુલશું નહીં, હુમલાખોરોએ કિંમત ચુકવવી પડશે: ભયાવહ બોમ્બ વિસ્ફોટ સમયે 160 અફઘાનિ શિખ અને હિન્દુ નાગરીકોનો ચમત્કારીક બચાવ
બોમ્બ હુમલામાં 28 તાલીબાન લડાકુઓના પણ મોત
કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારાને વીણીવીણીને સાફ કરશું: બાઇડનની ચિમકી: ભયાનક આત્મધાતી હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિદ, 60થી વધુનાં મોત: 18થી વધુ સૈનિકો ધવયા, IS ત્રાસવાદી જૂથે બે પ્રચંડ ધડાકા કરતા મોતનું તાંડવ સર્જાયુ
એક સમયે ઇરાક અને શિરીયામાં પાસવી દમનથી હાહાકાર મચાવી હજારો નિર્દોષ લોકોના જીવ લેનાર ઇસ્લામીક સ્ટેટનાં ભળતા નામ હેઠળ સક્રિય ISIS આતંકવાદી સંગઠને કાબુલ એરપોર્ટ પર કરેલા બે પ્રચંડ આત્મધાતી ધડાકામાં 13 અમેરિકી સૈનિક શહીદ, 60થી વધુ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે જયારે 22થી વધુ અમેરિકી સૈનિકો ગંભીર રીતે ધાયલ થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ હુમલાથી વિશ્વભરના દેશો ચિંતીત થઇ ઉઠયા છે. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને હુમલા ખોરોને વિણેવિણેને પકડી એમને શોધીકાઢી શખ્ત સજા કરવાની ચેતવણી આપી છે. બાઇડને પ્રતિજ્ઞા લીધી છે કે, ત્રાસવાદી હુમલાખોરોને છોડવામાં નહીં આવે અને આ હુમલાની કિંમત ત્રાસવાદી જૂથે મોટા પાયે ચુકવવી પડશે.
આ પાસ્વી હુમલાની જવાબદારી પણ IS સંગઠને સ્વીકારી લીધી છે. તાલીબાન પ્રવકતાએ જણાવ્યું હતું કે, બે અલગ-અલગ સ્થળે ભયાવહ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. તેના કારણે મોટા પાયે જાનહાની થઇ છે. બાઇડને વાઇટ હાઉસમાં પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, અમે આ હુમલાને ભુલશુ નહીં અને માફ પણ નહીં કરીએ. આતંકવાદીઓને ઝડપી લેશું અને કિંમત વસુલ કરશું.
દરમ્યાન હુમલો થયો ત્યારે કાબુલ એરપોર્ટ પર ઉપસ્થિત 160થી વધુ અફઘાનિ શીખ અને હિન્દુ નાગરીકોનો ચમત્કારીક બચાવ થયો હતો. આ તમામ લોકોએ હવે એક ગુરૂદ્વારામાં આસરો લીધો છે તેવું જાણવા મળ્યું છે. ગઇરાત્રે હુમલો થયો ત્યારે 145 શીખ અને 15 હિન્દુ નાગરીકો એરપોર્ટ પર હતા અને વિમાનમાં બેસીને કાબુલ છોડવાની તૈયારીમાં હતા.
બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરી સૈનિકો અને નાગરીકોને ખસેડવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. હુમલાને પગલે ગઇકાલથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ ખોરંભે પડી ગઇ હતી.
કુલ ત્રણ ધડાકા થયા હોવાનું માનવામાં આવે છે. ખતરનાક અને દમનકારી IS સંગઠન કાબુલમાં હજુ વધુ હુમલા કરે એવી ભીતી અમેરીકાએ વ્યકત કરી છે. અમેરિકી દળો અત્યારે નાસી રહેલા લોકોને સુરક્ષીત રવાના કરવા માટે સ્થાનિક લોકોને મદદ કરી રહયા છે.
હજારો લોકો કાબુલ એરપોર્ટ પર આવી રહયા હોવાથી મુખ્ય દરવાજા પર ખુબ ભીડ જોવા મળે છે અને ત્યાં જ ધડાકા કરવામાં આવતા ચારે તરફ લોહી માસના દ્રશ્યો જોવા મળ્યા હતા ચારે તરફ લાશો જ લાશો જોવા મળતી હતી. પરીણામે એક તબક્કે એરપોર્ટ પર જબરી અફરા તફરી સર્જાઇ હતી અને હાહાકાર મચી ગયો હતો.
Read About Weather here
કાબુલમાં હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઇ ગઇ હતી કેમ કે, ત્રણ ત્રણ ધડાકા થતા અસંખ્ય લોકો ધાયલ થયા હતા. અમેરિકી સેનાએ એક દિવસમાં અટલા મોટા પાયે સૈનિકો ગુમાવ્યા હોવાનું પહેલી વખત બન્યું હતું.
સુસાયડ બોમ્બીંગ મુખ્ય દરવાજા પર કરવામાં આવ્યું હતું. આ સ્થળ પરથી જ લોકોને મુખ્યત્વે રેસ્કયુ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં બે દાયકામાં યુધ્ધ દરમ્યાન અમેરીકાએ કુલ 1909 સૈનિકો ગુમાવ્યા છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here