અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે…

અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે
અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે

જેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે.

અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે... રાધિકા

અત્યારે સોશિયલ મીડિયા પર રાધિકા અને અનંતની સંગીત સેરેમનીમાંથી ઘણી અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે અને લોકો આ લગ્નની નવી નવી અપડેટ જાણવા માંગે છે. એવામાં હવે લગ્નને લઈને વધુ એક અપડેટ સામે આવી છે, જેના અનુસાર રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે.

અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે... રાધિકા

જેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. અહેવાલો અનુસાર, રાધિકા-અનંતના લગ્નના દિવસે, ઘણા પ્રખ્યાત બોલિવૂડ ગાયકો તેમના સુરીલા અવાજો સાથે લાઈવ પર્ફોમન્સ આપશે. આ લિસ્ટમાં સોનુ નિગમ, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવન પરફોર્મ કરશે.

અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે... રાધિકા

સંગીત સેરેમનીમાં હિપ-હોપ મ્યુઝિક બાદ હવે લગ્નના દિવસે સંસ્કૃત ભાષામાં શ્લોક ગાવામાં આવશે અને ભગવાનની ભક્તિના ગીતો પણ ગાવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર આ તમામ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી મ્યુઝિક ડાયરેક્ટર જોડી અજય-અતુલ પર છે.

અનંત-રાધિકાના લગ્નમાં અનેક વાદ્યો સાથે ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ, ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે... રાધિકા

અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શનમાં અંબાણી પરિવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બે પ્રિ-વેડિંગ બાદ હાલમાં જ સંગીત સેરેમનીને કારણે અંબાણી પરિવાર ચર્ચામાં હતો. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જોવા મળ્યા હતા. અનંતે સોનાથી જડેલા કપડા પહેર્યા હતા, જ્યારે રાધિકાએ હીરા જડેલા કપડાં પહેર્યા હતા. સંગીત સેરેમનીમાં હોલીવુડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. જેના પણ ઘણા વિડીયો વાયરલ થયા હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here