અનંતનાગમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા

15

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે અનંતનાગ એક્ધાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ એક્ધાઉન્ટર અનંતનાગ જિલ્લાનાં કાદીપોરા ગામમાં કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી.

કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે કહૃાું કે, અનંતનાગ એક્ધાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. આઈજીપી વિજય કુમારે કહૃાું, અનંતનાગનાં કાદીપોરા ગામમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેઓ સ્થાનિક આતંકવાદીઓ દેખાઇ રહૃાા છે. આતંકવાદ વિરોધી કામગીરીની સંખ્યા વધી રહી છે.

પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે, સુરક્ષાબળોએ બુધવારે બિજબિહાડાનાં કાંદીપોરામાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયિંરગ કર્યું હતું, જેના પછી સૈન્યએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહૃાું કે અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ થઈ રહી છે. આ અભિયાન હજી ચાલુ છે.

Previous articleપાક.થી પરત ફરેલ મૂક બધિકર ગીતાને તેની મૂળ માતા સાથે મિલાપ થયો
Next articleદેશમાં અત્યાર સુધી વેક્સિનના ૨.૫૬ કરોડ ડોઝ અપાયા, ૨૪ કલાકમાં ૧૩ લાખે લીધી રસી