અંબાજી જતા પદયાત્રી પરિવારને વાહને કચડી નાખતા 3 નાં મોત

સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

દર્શને જઈ રહેલા એક જ પરિવારનાં બે યુવાન અને એક યુવતીનાં કરૂણ મોત: પરિવારમાં છવાયો માતમ: અંબાજીનાં પદયાત્રીઓ પર બેફામ દોડતા વાહનોથી ભારે

ગુજરાતનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી તીર્થમાં ભાદરવી પૂનમનો વિખ્યાત મેળો તો કોરોનાને કારણે બંધ કરાયો છે પરંતુ મોટી સંખ્યામાં ભાવિકો પગે ચાલીને દર્શને જઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આવા એક પદયાત્રી પરિવારને માતેલા સાંઢની જેમ બેફામ દોડતા એક વાહને ઠોકરે ચડાવતા એક જ પરિવારનાં ત્રણ સભ્યોનું કરૂણ મૃત્યુ થયું હતું.
અંબાજી યાત્રાધામ પાસેનાં રાણપર ગામ નજીક આ ઘટના બની હતી.

પગે ચાલીને એક પરિવાર દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ધસી આવેલા વાહને પ્રચંડ વેગ સાથે પદયાત્રી પરિવારને કચડી નાખ્યો હતો. પરિણામે એ પરિવારનાં બે યુવાનો અને એક યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ થઇ જતા હાહાકાર મચી ગયો હતો.

સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી વળી હતી. હાઈ-વે પોલીસની ટુકડીઓ ધસી ગઈ હતી પણ અકસ્માત સર્જી વાહન ચાલક રફુચક્કર થઇ ગયો હતો.

અંબાજી જતા હાઈ-વે પર અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. બેકાબુ અને બેફામ બનીને દોડતા વાહનો અવારનવાર અંબાજી જતા પદયાત્રીઓને અને પગે ચાલીને જતા જૈન સાધુ-સાધ્વીઓને ઠોકરે ચડાવતા રહે છે.

ઘણીવખત આવી ઘટનામાં પદયાત્રીઓનાં મૃત્યુ પણ થયા છે. આજે જે ઘટના બની તેમાં ભોગ બનેલો પરિવાર અંબાસા ગામેથી અંબાજી જઈ રહ્યો હતો. હાઈ-વે પર પદયાત્રીઓની સુરક્ષા માટે હાઈ-વે પોલીસનું પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે એવી ભાવિકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Read About Weather here

દર એક કિ.મી એ પદયાત્રીઓ માટે વિરામ સ્થાન ઉભા કરાય અને ટ્રાફિક પોલીસની વધુ ચોકીઓ ઉભી કરી બેફામ દોડતા વાહનોની ગતિ પર નિયંત્રણ મુકવામાં આવે એવી લોક માંગણી ઉઠી છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here