વિસપરા ઋત્વીક 70.52 પી.આર, હિરેન ગોહેલ 75.2 પી.આર.: કલાસીસનું 96 ટકા પરિણામ
રાજકોટ
રાજકોટના મવડી પ્લોટ નજીક ઓમનગર સર્કલ પાસે, 40 ફુટ રોડ મારૂતિ પાર્ક-1 માં આવેલ કવચ કલાસીસના ધોરણ-10 ના વિદ્યાર્થીઓનું ઝળહળતુ પરીણામ આવ્યું છે. કલાસીસનું ટોટલ 96% પરિણામ આવેલ છે. કલાસીસમાં અભ્યાસ કરતા ઋત્વીક વિસપરાને ધોરણ-10માં 70.52 પી.આર. આવેલ છે. ઋત્વીક સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સાંજના સમયે તે કલાસીસમાં લકકી રાજસિંહ સર પાસે અભ્યાસ કરતો અને ટયુશન કલાસીસના ટીચરોની મહેનતથી પરિણામ મેળવેલનું જણાવ્યું હતું. શાન સૌરભ સ્કૂલનો વિદ્યાર્થી હિરેન ગોહેલ પણ કવચ કલાસીસનું અભ્યાસ કરતો હતો. તેને 75.02 પીઆર મેળવેલ છે. તે કવચ કલાસીસમાં ધોરણ-6 થી અભ્યાસ કરે છે.
છેલ્લા 5 વર્ષથી જાડેજા લકકી રાજસિંહ (ચાંદલી) દ્વારા સંચાલીત કવચ કલાસીસ ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે. આજે ધોરણ-10 ના પરિણામ જાહેર થતા કવચ કલાસીસનું 96% પરિણામ આવેલ છે. જેથી કલાસીસના સંચાલક શિક્ષકગણ તથા બાળકોના વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આજરોજ રીઝલ્ટ જાહેર થતા કવચ કલાસીસના વિદ્યાર્થી વિસપરા ઋત્વીક તથા ગોહેલ હિરેન શુભેચ્છા મુલાકાતે આવેલ હતા.