જમ્મુ કશ્મીરમાં ભરતી અભિયાન શરૂ થયું
અલ કાયદૃાના હાલના વડા અલ જવાહિરીએ બુધવારે ભારતને ધમકી આપતો વિડિયો રિલિઝ કર્યો એના ચોવીસ કલાકમાંજ પાંચ હજારથી વધુ કશ્મીરી યુવાનો ભારતીય લશ્કરમાં જોડાવા અરજી કરવા હાજર થયા હતા. ભારતીય લશ્કરે હાલ જમ્મુ કશ્મીરમાં ભરતી આંદૃોલન શરૂ કર્યું હતું.
આ ભરતી અભિયાન ૧૬ જુલાઇ સુધી ચાલવાનુ છે. જમ્મુ કશ્મીરમાં હાલ બેકારી એટલી બધી છે કે યુવા પેઢી સતત હતાશા અને બિનજરૂરી ઉશ્કેરાટ અનુભવતી હોય છે. એવા કેટલાક ઉશ્કેરાયેલા જુવાનો સિક્યોરિટી પર પથ્થરમારો કરતા હોવાની શક્યતા છે એમ એક લશ્કરી અધિકારીએ કહૃાું હતું.
જો કે ભરતી માટે આવેલા એક યુવાને મિડિયાને કહૃાું હતું કે લશ્કરમાં જોડાવા માટેની જે યોગ્યતા છે એ થોડી આકરી છે. આમ છતાં મને લાગે છે કે કશ્મીરી યુવાનોએ ભારતીય લશ્કરમાં જોડાવું જોઇએ.
અલ જવાહિરીની વિડિયો ક્લીપ રિલિઝ થયાના ચોવીસ કલાકમાં ૫૫૦૦ યુવાનો ભારતીય લશ્કરમાં જોડાવા હાજર થયા એ એક પોઝિટિવ લક્ષણ ગણી શકાય. હાલની કેન્દ્ર સરકાર પણ કશ્મીરમાં શાંતિ અને કાયદૃો તેમજ વ્યવસ્થા સ્થપાય એવું ઇચ્છે છે. તાજેતરમાં ગૃહ પ્રધાન અમિત શાહે કશ્મીરની મુલાકાત લીધી હતી.