અમેરિકામાં હાઈ ગરમી : ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી

અમેરિકામાં હાઈ ગરમી: ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી
અમેરિકામાં હાઈ ગરમી: ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી

સમગ્ર અમેરિકામાં અનેક રેકોર્ડ તોડી નાખનારી હીટવેવ હજી ચાલુ રહેશે જેમાં પશ્ચિમ વિસ્તારોમાં તાપમાન જોખમી સ્તરે પહોંચશે જ્યારે પૂર્વ વિસ્તારો સમગ્ર અઠવાડિયા દરમ્યાન ગરમીની ઝપેટમાં આવશે.

નેશનલ વેધર સર્વિસે લગભગ 3.9 કરોડ લોકોને અતિશય ગરમીની ચેતવણી આપી હતી અને ઓરેગોનમાં તાપમાન 37.7 ડીગ્રી સેલ્સિયસ જ્યારે ઉત્તર કેલિફોર્નિયાના અમુક વિસ્તારોમાં 46 ડીગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી હતી.

અમેરિકામાં હાઈ ગરમી : ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી ગરમી

પૂર્વ કેલિફોર્નિયામાં ડેથ વેલી નેશનલ પાર્કમાં પારો 53.3 ડીગ્રી સુધી જતા ભારે ગરમીને કારણે એક મોટરસાયક્લીસ્ટનું મોત થયું હતું જ્યારે અન્ય એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. મૃતક બેડવોટર બેસિન એરિયામાં છ મોટરસાયક્લીસ્ટના જૂથમાં સામેલ હતો.

એક અન્ય મોટર સાયક્લિસ્ટને ભારે ગરમીથી બીમાર પડવાને કારણે લાસ વેગાસની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તીવ્ર ગરમીની ચેતવણીને કારણે મુલાકાતીઓએ માઉન્ટ ચાર્લ્સટન જેવા પ્રમાણમાં ઓછા ગરમ વિસ્તારોમાં તેમજ વોટર પાર્કમાં જવાનું પસંદ કર્યું હતું.

અમેરિકામાં હાઈ ગરમી : ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી ગરમી

નેશનલ વેધર સર્વિસે લેક ટેહોની આસપાસના વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ વઘુ ગરમીની ચેતવણી આપી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં તીવ્ર ગરમીથી રાહત મળવાના અણસાર નથી. પશ્ચિમ નેવાડા અને ઉત્તરપૂર્વીય કેલિફોર્નિયામાં તાપમાન 37.8 ડીગ્રીથી વઘુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

અમેરિકાના અનેક શહેરોમાં અગાઉના વર્ષોનો ઊંચા તાપમાનનો રેકોર્ડ તૂટે એવી સંભાવના છે. લાસ વેગાસમાં 46 ડીગ્રી સાથે 2007ના ઊંચા તાપમાનનો રેકોર્ડ તુટ્યો હતો જ્યારે ફીનીક્સમાં 45.5 ડીગ્રી સાથે 1942ના તેના સૌથી ઊંચા 46.7 ડીગ્રીની નજીક પહોંચી ગયું હતું. કેલિફોર્નિયા, ઓરેગોન અને સાન ફ્રાન્સિસ્કોમાં પણ તાપમાન રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

અમેરિકામાં હાઈ ગરમી : ડેથવેલીમાં પારો 53.3 ડિગ્રી ગરમી

એરિઝોનાની મેરિકોપા કાઉન્ટીમાં ગરમી સંબંધિત મોતની સંખ્યાએ ચિંતા વધારી હતી. તીવ્ર ગરમીને કારણે ઓછામાં ઓછા 13 વ્યક્તિના મોત થયા જ્યારે 160 કેસ સંભવિત ચકાસણી હેઠળ છે. આ ચિંતાજનક સંખ્યામાં ફીનીક્સ ખાતે હાઈકિંગ દરમ્યાન તીવ્ર ગરમીને કારણે એક 10 વર્ષના બાળકનું મોત થયાની ઘટના પણ સામેલ હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here