અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ….

અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ....
અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ....

અમેરિકાના ટેક્સાસમાં સોમવારે મોડી સાંજે ત્રાટકેલા જોરદાર તોફાન બેરીલે તબાહી મચાવી દીધી હતી. જોરદાર પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરીલ કેટેગરી વન હરિકેન તરીકે માટાગોર્ડા નજીક લેન્ડફોલ કર્યા પછી શાળાઓ, બિઝનેસ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. પૂર્વી ટેક્સાસ, પશ્ચિમી લ્યુઇસિયાના અને અરકાનસાસના ભાગોમાં પૂર, વરસાદ અને તીવ્ર વાવાઝોડાં આવ્યું હતું. હાલમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે અને કામદારોએ નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ…. અમેરિકા

મેયર જ્હોન વ્હાઇટમારે કહ્યું કે, આકાશ ચોખ્ખું થતું છે પરંતુ ખતરો ટળયો નથી. સ્થિતિ હજુ પણ જોખમી છે. નુકસાન અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બુધવાર સુધીમાં તોફાન અમેરિકાના મોટા ભાગને આવરી લેશે. ઘણા રાજ્યોમાં વાવાઝોડું પણ આવી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડાને કારણે લગભગ 26 લાખ ઘરો અને સંસ્થાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.

અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ…. અમેરિકા

ફિલિપાઇન્સમાં અચાનક પૂરને કારણે છ લોકો લાપતા
મનિલા. ફિલિપાઈન્સના સેબુ પ્રાંતમાં અચાનક પૂરમાં એક 11 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે અને અન્ય છ લોકો ગુમ છે. કાર્મેનના ડિઝાસ્ટર મિટિગેશન અને મેનેજમેન્ટ ઓફિસના શહેરના વડા રોજર સુઇકોએ જણાવ્યું હતું કે પીડિત લોકોમાં 17 લોકોનો સમાવેશ થાય છે જે પીક-અપ ટ્રક પર મુસાફરી કરી રહ્યા હતા જે ભારે વરસાદ ના કારણે ખાડીમાં તણાઈ ગયા હતા. સોમવારે રાત્રે બચાવકર્મીઓએ 10 લોકોને બચાવ્યા અને બાળકીના મૃતદેહને અકસ્માત સ્થળથી લગભગ પાંચ કિલોમીટર દૂરથી બહાર કાઢ્યો. તેમણે કહ્યું કે નવવિવાહિત યુગલ અને ગર્ભવતી મહિલા સહિત છ લોકો ગુમ છે.

અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ…. અમેરિકા

ચાઇનામાં ભૂસ્ખલનના કારણે ત્રણના કરુણ મોત
મંગળવારે વહેલી સવારે ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનથી ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા જ્યારે તેઓ મુસાફરી કરી રહ્યા હતા. બાઝોંગમાં ટોંગજિયાંગ કાઉન્ટીના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે સિચુઆનના બાઝોંગ શહેરમાં એસ204 હાઈવે પર ગઈકાલે સાંજે લગભગ 07:30 વાગ્યે અકસ્માત થયો હતો જ્યારે વાહન હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here