AMCની તિજોરી છલકાઇ: ગત વર્ષ કરતા 50 કરોડ આવક વધી

AMC-Avak
AMC-Avak

ટેક્સ વિભાગે AMCના નાણાકિય સ્થિતિમાં મલમ લગાવાનુ કામ કર્યું

Subscribe Saurashtra Kranti here

કોરોના મહામારીમાં પણ

અમદાવાદ મહાનગરપાલિકા(AMC) આર્થિક કટોકટી વચ્ચે રાહત રૂપ સમાચાર આવ્યા છે . અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે AMCના નાણાકિય સ્થિતિમાં મલમ લગાવાનુ કામ કર્યું છે. એએમસી ટેક્સ વિભાગને ગત વર્ષ કરતા ૫૦ કરોડ ટેક્સની વધુ આવક થઇ છે. તેમજ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં એએેમસીને પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂપિયા ૧૩૮૨ કરોડ જેટલી વસુલાત થઇ છે. આમ એએમસીની તિજોરી અમદાવાદીઓએ કોરોના મહામારી વચ્ચે પણ છલકાવી નાંખી છે.

આ અંગે એએમસી જાહેર કરેલ પ્રેસ નોટ આધારે જો વાત કરીએ તો, હાલ વૈશ્ર્વિક કોરોના મહામારીના સમયમાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા કમિશનર મુકેશ કુમારની આગેવાની હેઠળ સને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન શહેરના કરદાતાઓના સાથ સહકાર તથા ટેક્સ ખાતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયાસથી અત્યાર સુધી રૂપિયા ૧૧૨૨ કરોડ જેટલી વિક્રમજનક આવક મળી છે. જે ગત વર્ષ કરતા ૫૦ કરોડ વધુ આવક છે. જે પ્રોપર્ટી ટેક્ષની ચાલુ વર્ષની કુલ આવક આજ દિન સુધીના અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ થયેલ છે.

પ્રોપર્ટી ટેક્ષમા ગત સને ૨૦૧૯-૨૦માં રૂપિયા ૧૦૭૨.૫૭ કરોડ આવક સામે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૧૧૨૨ કરોડ થવા પામી છે. જે ૪૯ કરોડ વધારો છે. સૌથી વધુ ૨૭૨.૦૪ કરોડ સાથે ટેક્સ આપવાના પશ્ર્ચિમ ઝોન મોખરે રહૃાું છે . તો ચાલુ વર્ષે ટેક્ષ રિકવરી ઝુંબેશ અંતર્ગત આશરે ૧૩ હજાર જેટલી પ્રોપર્ટીને સીલ મારવાનાં આવેલ છે.

Read About Weather here

પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ તથા વ્હિકલ ટેક્ષ મળી કુલ રૂપિયા ૧૩૮૨ કરોડ જેટલી વસુલતા થવાની શક્યતા છે. જે ગઇ સાલની કુલ આવક રૂપિયા ૧૩૩૯.૬૫ કરોડ કરતા ૪૨ કરોડ જેટલો વધારો થશે. જે અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ ખાતાની અભુતપૂર્વ સિદ્ધિ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here