AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ

AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ
AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ

આજથી જન સંવેદન યાત્રાની શરૂઆત કરવા માટે સોમનાથ પહોચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરીસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોઘ કરી હુમલાનો પ્રયાસ કરેલ હતો.

આ વિરોઘ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાયરલ થયેલ જુનો વીડિયો હોવાનું કહેવાય રહયુ છે. આ હુમલાના પ્રયાસ અંગે ગોપાલ ઇટાલિયા ફરીયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા છે. જો કે, બાદમાં બંન્‍ને પક્ષો વચ્‍ચે સમાઘાન થઇ ગયુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ નેતાને ટોળામાંથી હેમખેમ બહાર કાઢી દુર લઇ ગઇ હતી. આજે સવારે આપ પાર્ટી આયોજીત જન સંવેદનના પ્રારંભ માટે પાર્ટીના ચેહરા એવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઇશુદાન ગઢવી સોમનાથ પહોંચ્યા હતા. બંન્‍ને નેતાઓ કાર્યકરો સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરી બહાર નિકળી રહ્યા હતા તે સમયે બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનોના કાર્યકર્તાઓએ આપના નેતા ગોપાલ ઇટાલિયાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોઘ કર્યો હતો. જેના પગલે સ્‍થળ પર હાજર પોલીસ સ્‍ટાફએ સમય સુચકતા વાપરી આપના નેતાને ટોળામાંથી હેમખેમ બહાર કાઢી દુર લઇ ગઇ હતી. આ વિરોઘ પ્રદર્શનના પગલે થોડા સમય માટે સોમનાથ મંદિર પરિસરમાં બેફામ વાણી વિલાસ થયાના નજારો જોવા મળતો હતો. જયારે આપ પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

Subscribe Saurashtra Kranti here

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પોતાના પર સોમનાથ મંદિરની બહાર ભાજપ પ્રેરિત લોકોએ બિભત્‍સ શબ્‍દો બોલી મારી પર હુમલો કર્યાનો દાવો કરી પોતે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા આવી હોવાનું જણાવ્યું હતુ. ભાજપના પદાઘિકારીઓના ઇશારે ટોળાએ આયોજનપૂર્વક હુમલાનો પ્રયાસ કર્યો છે. મારા પર હુમલાનો પ્રયાસ કરનાર અસામાજીક તત્‍વોને કાયદાનું ભાન કરાવે તેટલી પોલીસ તંત્ર પાસે અપેક્ષા છે.

ટિપ્પણી બાબતે ચોખવટ કરવા ગયા હતા. બીજી તરફ આ મામલે બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઇ જોશીએ જણાવ્યું કે, સનાતન ઘર્મની વિરૂઘ્‍ઘ માનસિકતા ઘરાવતા આમ આદમી પાર્ટીના રાજય પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હિન્‍દુ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સમાજ વિશે અનાબ સનાબ શબ્‍દોનો ઉપયોગ કરી અયોગ્ય ટિપ્પણી કરી હતી. જે ટિપ્‍પણીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ ટિપ્‍પણી બાબતે હિન્દૂ સમાજના અગ્રણીઓ સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાલિયા પાસે જઈ ચોખવટ કરવા ગયા ત્‍યારે તે કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી ભાગી ગયાનો આરોપ લગાવી રહ્યા છે.

Read About Weather here

વિરોઘ થશે તેવી માહિતી હોવાથી પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતી. આ ઘટના અંગે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાનો વિરોઘ થશે તેવી માહિતી હોવાથી પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતી. પરીસરમાં ગોપાલ પહોચતા અમુક લોકોએ વિરોઘ કરતા તેઓને પોલીસ સ્‍ટાફએ ખસેડી આપ પાર્ટીના નેતાઓને સુરક્ષ‍િત બહાર લઇ ગઇ હતી. આ મામલે બંન્‍ને પક્ષો સાથે વાતચીત કરી હતી. બંન્‍નેએ પોતાની અંગત વાત હોવાથી આગળ કોઇ કાર્યવાહી કરવી નથી તેવું બંન્‍ને પક્ષોએ પોલીસને જણાવ્યું છે. જેથી આ મામલે હાલ પોલીસમાં કોઇ ફરીયાદ કે નોંઘ દાખલ કરાયો નથી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleભાવનગરમાં કેક કાપવા બાબતે માથાકૂટ થતા મિત્રનાં હાથે મિત્રનું ખૂન
Next articleસુરતમાં સેલ્ફી લેવા જતા કિશોરનો પાણીમાં ગરકાવ