9 લીંબુની લીલામી વંધ્યત્વ દુર કરતા ચમત્કારિક: રૂા.2.32 લાખ મળ્યા.

9 લીંબુની લીલામી વંધ્યત્વ દુર કરતા ચમત્કારિક: રૂા.2.32 લાખ મળ્યા
9 લીંબુની લીલામી વંધ્યત્વ દુર કરતા ચમત્કારિક: રૂા.2.32 લાખ મળ્યા

ઉનાળામાં લીંબુના ભાવ ઉંચકાય તે સ્વાભાવિક છે અને કોરોનાકાળમાં આપણે લીંબુની ‘સાચી કિંમત’ જોઈ શકયા હતા પણ તામિલનાડુમાં એક મંદિરમાં 9 લીંબુઓની કરાયેલી હરરાજીમાં રૂા.2.32 લાખ મળ્યા. આ પ્રકારના ‘પવિત્ર’ લીંબુ માટે જાણીતુ છે.

અહી શ્રદ્ધાળુઓ માને છે કે ભગવાન મુરૂગા સમક્ષ ભેટ ધરાયેલા આ લીંબુમાં ચમત્કારીક શક્તિ આપે છે અને તે લીંબુનું સેવન કરનારની જે દંપતિને સંતાન પ્રાપ્તી થતી નથી તેઓને ત્યાં પારણું બંધાય છે. આ એક નાનું મંદિર તિરૂવન્નાઈનાલૂર ગામમાં બે પર્વતની વચ્ચે આવેલું છે અને અહી દર વર્ષે ભગવાન કાર્તિકેયની ઉપાસના માટે પંગુની ઉથિરમ પર્વ મનાવાય છે.

આ વર્ષમાં મનપસંદ જીવનસાથી મેળવવા પણ વ્રત રખાય છે અને તેમાં ખાસ લીંબુ ધરાવાય છે જે બાદમાં લીલામી થાય છે જે લીંબુના સેવનથી સંતાનવિહોણી સ્થિતિ જેને ‘વંધ્યત્વ’ કહેવાય છે તે દુર થાય છે. નવ દિવસના આ તહેવારમાં પ્રથમ દિવસે જે લીંબુ ધરાવાય છે તે સૌથી ચમત્કારીક હોય છે જેની કિંમત રૂા.2.32 લાખ ઉપજી હતી.