8 હજારથી વધુ લોકોએ કરાવ્યું વેકિસનેશન

8

રાજકોટ પી.ડી.યુ. વેકિસનેશન સેન્ટર ઉત્કૃષ્ટ કામગીરી

રાજકોટ કલેકટર, પો.કમિશનર આઈ.એમ.એ. ડોકટર્સ સહિત અનેક મહાનુભાવોએ રસીકરણ કરાવ્યું
રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વેક્સિનેશનનો રેકોર્ડ છે. 16 મી જાન્યુઆરીએ રસીકરણના પ્રારંભ સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં 30 હજાર થી વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે. રાજકોટ પી.ડી.યુ વેક્સિનેશન સેન્ટર ખાતે રાજકોટ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, આઈ.એમ.એ. ડોક્ટર્સ સહીત અનેક મહાનુભાઓ સહીત 8929 લોકોએ તા. 7 માર્ચ સુધીમાં રસીકરણ કરાવ્યું છે. પી.ડી.યુ. વેક્સિનેશન સેન્ટરમાં ડોક્ટર્સ, વેક્સીનેટર્સ તેમજ રજીસ્ટ્રેશન કામગીરી કરતા સ્ટાફ દ્વારા એકપણ દિવસ રજા લીધા વગર ખુબ જહેમત ઉઠાવી રસીકરણ સફળ બનાવ્યું છે. રસીકરણ માટે સૌપ્રથમ આવતા રજીસ્ટ્રેશન વિભાગમાં સોફ્ટવેરમાં નોંધણી, આઈ.કાર્ડ ચકાસણી તેમજ સ્લીપ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. એક પણ દિવસ રજા વગર સવારે 9 થી મોડી સાંજ સુધી તેમની 8 લોકોની ટીમ જુદા-જુદા કાઉન્ટર પર કામગીરી કરે છે. જેમાં મદદરૂપ બને છે મેનેજમેન્ટ સ્ટાફ. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફની બહેનો રોજના 300 થી વધુ લોકોને રસી આપવાની જવાબદારી નિભાવી રહી છે.ઈશા જોશી, યશસ્વિનીબા જેઠવા, અસ્મિતા નકુમ, વેક્સીનેટર્સ, રજીસ્ટ્રેશન અને એડમિનિસ્ટ્રેશન સહિતના વિભાગ મહિલાઓ સંભાળી રહી છે.